ભાજપ પાસે 156 ધારાસભ્યો છતા બીજી પાર્ટીના નેતાઓ માટે કેમ લાલ જાજમ બિછાવે છે?

PC: twitter.com

તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું એના થોડા દિવસો પછી કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું. આ બંને નેતાઓ સંભત ભાજપમાં જોડાવવાના છે.

હવે સવાલ એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. ભાજપ છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવે છે તો પછી પોતાની વિચારધારા સાથે મેળ ન ખાતી હોય તેવા પાર્ટીના નેતાઓ માટે લાલ જાજમ કેમ બિછાવે છે?

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, એક કારણ એ હોય શકે કે PM મોદીએ કહેલું કે કોંગ્રેસ મૂક્ત ભારત બનાવવાનું છે એટલે નેતાઓને આવકાર આપતા હશે. બીજું કારણ એ હોય શકે કે એક જમાનો હતો જ્યારે કોંગ્રસ સિવાય બીજી કોઇ પાર્ટી ઉભી થઇ શકે એવું કોઇ વિચારી શકતું નહોતું. ભાજપ હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે અને ભાજપ સિવાય કોઇ પાર્ટી ઉભી ન થઇ શકે તેવા પ્રયાસો કરી રહ્યું છે.

એક કારણ એ પણ હોય શકે કે, જે નેતાઓ ભાજપમાં જોડાવવા માંગે છે અને જે તેમની પ્રજા માટે કઇં કરવા માંગે છે, પરંતુ તેમની પાર્ટીમાં ગુગળામણ અનુભવે તે છોડીને ભાજપમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp