ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી બાજુ વળ્યા, શરૂઆતમાં 15-20 લાખનો થાય ખર્ચ પછી આવક...
રંગ અને દેખાવમાં આકર્ષક એવા ડ્રેગન ફ્રૂટની ખેતીને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.10 કરોડની આ અંગે જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. અગાઉ વડોદરા જિલ્લામાં માત્ર ત્રણ ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી હતી. પણ હવે 70 જેટલા ખેડૂતો સરકારની સહાયનો લાભ લઈને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ફ્રુટાં નફાનું પ્રમાણ મોટું છે. લાંબા સમય સુધી એકધારી આવક અને ભાર માંગને કારણે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું ખેડૂતો પસંદ કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના વેમાર ગામના ખેડૂતે પીળા કલરના ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. વડોદરા જિલ્લામાં કમલમ પાકતા આ ફ્રુટની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ઉત્પાદન અહીં ઓછું છે. આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી હવે દિવસે દિવસે વધી રહી છે.
વડોદરા જિલ્લામાં 15 જેટલા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાઈ કરી રહ્યા છે. વેમાર ગામના ખેડૂત જયેન્દ્રભાઇ પટેલે કુલ 5 એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી લીધી છે. અડધા એકર જમીનમાં પ્રતિ ફળ રૂપિયા રૂ.500માં વેચાઈ રહ્યું છે. સામાન્ય રીતે લાલ કલરના કમલમ ફળની ખેતી ખેડૂતો કરતા હોય છે. તે પ્રતિ ફળ રૂપિયા રૂ.200થી 250માં વેચાય છે. વડોદરા પાસેના શિનોર તાલુકાના નાના કરાળા ગામના ખેડૂત ઈન્દ્રવદનભાઇ પટેલે કહે છે કે, એક એકર જમીનમાં મેં વર્ષ 2018માં આ ફળની ખેતી ચાલું કરી. વર્ષ 2020થી ફળનું વેચાણ કર્યું છે. તે વર્ષે રૂપિયા 2.50 લાખના ફળનું વેચાણ કર્યું હતું.
વર્ષ 2021માં રૂપિયા રૂ.5 લાખનું વેચાણ કર્યું. આ ખેતીમાં 60 ટકા જેટલો સીધો અનો મોટો નફો છે. આગામી જૂન માસમાં વધુ પોણા વીઘા જમીનમાં ફળની ખેતી કરવાનો વિચાર છે. આ ખેતી 20 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. શરૂઆતમાં ખર્ચ થાય છે. પછી ખર્ચ વધારે થતો નથી. શરૂઆતમાં 15થી 20 લાખનો ખર્ચ થાય છે પણ પછી ઉત્પાદન સારૂ અને મોટું આવતા ધીમે ધીમે આર્થિક સુરક્ષા મળી રહે છે.
300 વર્ષ પહેલા આ ફળની ખેતી વિયેતનામમાં શરૂ થઈ હતી. પણ આપણા દેશમાં 31 વર્ષ પહેલા એટલે કે 1990માં ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું. ગુજરાતમાં કચ્છ અને વડોદરાની આસપાસ લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. હવે વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. માર્કેટમાં મળતા અંદરથી સફેદ અને પીળા ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે. બાગાયત અધિકારી હિમાંશુ પટેલ કહે છે કે, પહેલી વખત બાગાયત ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષથી જ મળી રહ્યો છે. આ માટે કુલ 30થી વધારે ખડૂતોની અરજી મળી હતી. જેની અરજી મંજૂર થવાની પ્રક્રિયા ચાલું છે. આ ઉપરાંત પહેલા 18 ટકા GST લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp