અમદાવાદમાં ઉંદર દીવાની વાટ ખેંચી ગયો અને લાગી આગ 80 તોલા દાગીના...
અમદાવાદના એક ફલેટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ચોંકાવનારુ કારણ સામે આવ્યું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી પંચનિધી બિલ્ડીંગમાં ચોથા માળે પવન શર્માનો પરિવાર રહે છે. શુક્રવારે આ ફલેટમા આગ ફાટી નિકળી હતી. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે લગભગ 1 કલાકની જહેમત લાગી હતી. આગ તો કાબુમા આવી ગઇ હતી, પરંતુ આખો રૂમ બળીને ખાખ થઇ ગયો હતો. આગનું કારણ એવું હતું કે ઘરમાં એક દીવો સળગતો હતો જેની વાટ લઇને ઉંદર ભાગ્યો હતો જેને કારણે કોઇ વસ્તુમાં આગ લાગી ગઇ હતી.
આ ઘરમાં લાકડાનું ફર્નિચર વધારે હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગને કાબુમાં લીધા પછી ફાયર બ્રિગ્રેડના જવાનોએ કબાટમાં મુકેલા 80 તોલા સોનું અને 25,000 રોકડા ફલેટ માલિકને સોંપી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp