રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા હાઈકોર્ટનો સરકારને આદેશ

PC: zeenews.com

કોરોના વાયરસની માહામારીને કારણએ અનેક વ્યાપાર ધંધાઓ પર માઠી બેઠી છે. આવા માહોલ વચ્ચે રાજ્યની ગુજરાત હાઈકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકોના હિતમાં એક મોટો અને મહત્ત્વનો આદેશ રૂપાણી સરકારને આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રિક્ષા ડ્રાઈવરની મદદ કરવા માટે આદેશ આપ્યા છે. આ માટે યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે. આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને આવરી લેવા માટેની સ્પષ્ટતા કરી છે.

રાજ્યના રિક્ષા ડ્રાઈવર્સ માટે સરકાર તરફથી આર્થિક મદદ માટે રિટ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે હકારાત્મક વલણ અપનાવીને સરકારને આ અંગે પ્રક્રિયા કરવા માટેના આદેશ આપ્યા છે. કોરોના વાયરસને કારણે અઢી મહિના સુધી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે રિક્ષા ડ્રાઈવરની રોજગારી પર ભારે અસર થઈ છે. અનલોક થયું હોવા છતાં લોકોમાં ભયનો માહોલ છે. એટલે રિક્ષાનો ધંધો પહેલા જેટલો સારો ચાલતો નથી. રિક્ષા ચાલકો રોજેરોજનું કમાઈને પેટિયું રડે છે. આર્થિક કટોકટીનો સમાનો કરી રહ્યા છે. રાજધાની દિલ્હી, તામિલનાડું અને આંધ્ર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં સરકારે રિક્ષા ડ્રાઈવર માટે પણ આર્થિક પેકેજ જાહેર કર્યા છે. તેથી ગુજરાત રાજ્ય સરકારે પણ આ દિશામાં પગલું ભરવું જોઈએ. એવું હાઈકોર્ટે જણાવ્યું હતું. આ પહેલા હાઈકોર્ટે રિક્ષા માટે 25000 પિકઅપ સ્ટેન્ડ અંગે અમદાવાદ કોર્પોરેશન તથા પોલીસને નોટિસ ફટકારી હતી.


ઓટો રિક્ષા ડ્રાઈવર્સ એસો.ના રાજવીર ઉપાધ્યાય તરફથી હાઈકોર્ટમાં આ અંગે એક અરજી કરવામાં આવી હતી. 25000 રિક્ષા માટે પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા સત્તાવાળાઓને માગ કરી હતી. જોકે, હાઈકોર્ટે કરેલા આ આદેશથી રાજ્યના અનેક રિક્ષા ચાલકોને આત્મનિર્ભર માટેની યોજનાનો સીધો લાભ મળી રહેશે. કોર્ટના આનિર્ણયથી અનેક રિક્ષા ચાલકોની આશા ફરી જીવંત થઈ છે. આ નિર્ણય બાદ હવે સરકાર કેવા અને શું પગલા લે છે એના પર સૌ રિક્ષા ચાલકોની નજર છે. આર્થિક સહાય માટે રિક્ષાચાલકોએ સરકાર પાસે હાથ લંબાવ્યા હતા. હાઈકોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, વહીવટી પ્રક્રિયા સરળ બને એ દિશામાં સરકાર પગલાં ભરે. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp