આ વખતે કેવો રહેશે શિયાળો, ક્યાં પડશે વધુ ઠંડી, શું કહે છે અંબાલાલ?

PC: twitter.com

ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના 3 મહિનામાં ભારતના કેટલાંક વિસ્તારોમાં શિયાળાની સિઝનમાં ઠંડી નહીં પડશે બલ્કે તાપમાન વધારે રહેશે, મતલબ કે શિયાળામાં ગરમીનો અનુભવ થશે.

ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું છે કે, પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્ય રેખાની આજુબાજુ મજબુત અલ-નીનો સીસ્ટમ બનેલી છે. જેને કારણે આખી દુનિયામાં મૌસમ બદલાવ આવી રહ્યો છે. અલનીનો ઇફેક્ટને કારે મધ્ય અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં મોટાભાગના હિસ્સામાં સરફેસ ટેમ્પરેચર એવરેજથી ઉપર જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં શીતલહેર સામાન્યથી ઓછી જોવા મળશે.  જો કે ગુજરાતમાં હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં શિયાળાની સિઝનમાં જબરદસ્ત ઠંડી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp