ગુજરાતના આ ગામમાં લોકોની વસતી છે 3000 અને વાનરોની વસતી છે 1000

PC: newsapi.com.au

પંચમહાલમાં કંડાચ ગામમાં વાનરનો ત્રાસ હોવાની ફરિયાદ લોકોએ કરી છે. આ ગામની વસતીના ત્રીજા ભાગની વસ્તી તો વાનરોની છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગામમાં લોકો 3,000 અને 1,000 કરતા વધારે વાનરો રહે છે. વાનરો દ્વારા ગામમાં આતંક મચાવવાના કારણે ગ્રામજનો ત્રાહિમામ થયા છે. વાનરો દ્વારા ગામની મહિલાઓ પર વારંવાર હુમલો કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોએ મહામહેનતે ઉછેરેલા પાકને પણ નુકશાન પહોંચાડે છે. વાનરો દ્વારા કરવામાં આવતા નુકસાનના કારણેને ગામના લોકોએ પોતાના મકાનોમાં લોખંડની જાળી ફીટ કરાવી છે. આ ગામમાં વાનરો ઘરની છત પર ડેરો જમાવીને બેઠા હોય છે. જો કોઈ વ્યક્તિ ગામના રસ્તા પરથી પસાર થાય તો તેને આ વાનારો ઝૂંડમાં જઈને રંજાડે છે. જો ગામની કોઈ મહિલા રસ્તા પર નીકળે તો મહિલા પર વાનરો હુમલો કરે છે. મહિલા પર વાનરોએ હુમલો કર્યા હોય એવા અનેક કિસ્સા આ ગામમાં બની ચૂક્યા છે.

ગામની મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જ્યારે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે વાનરો ખૂબ જ હેરાન કરે છે. રસોડાની બારીમાં આવીને બેસીને જાય છે. પછી શાકભાજી અને લોટ લઈને ભાગી જાય છે. જો કોઈ મહિલા પ્રતિકાર કરે તો વાનરો તે મહિલા પર હુમલો કરે છે. ગામનની મહિલાઓ રસોઈ બનાવતા સમયે પુરુષને પોતાની પાસે બેસાડે છે. પુરુષ બાજુમાં હોવાના કારણે વાનરો મહિલા પર હુમલો કરતા નથી.

ખેડૂતો દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું કે પહેલા અમે ખેતી કરતા હતા ત્યારે પણ આટલા જ વાનરો ગામમાં હતા પણ પાકને નુકસાન પહોંચાડતા ન હતા. પરંતુ હવે વાનરના વધતા જતા ત્રાસના કારણે મજૂરો ખેતરોમાં રાત રોકાવા અને કામ કરવા તૈયાર નથી. અમે જે પાક વાવીએ તે પાકને મોટું નુકસાન વાનરો પહોંચાડે છે. આ બાબતે ગામ લોકોએ જંગલખાતાને વિનંતી કરી છે કે, તેઓ આ વાનરોને પકડીને જંગલમાં છોડી દે જેના કારણે ગામની મહિલા અને ખેડૂતોનો પાક સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp