ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટનું કૌભાંડ, 4 લબરમૂછિયાઓ પકડાયા

PC: divyabhaskar.co.in

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકીટો વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે અને 4ની ધરપકડ કરી છે. કુલ 200 જેટલી ડુપ્લીકેટ ટિકિટો તૈયાર કરવામાં આવી હતી.પોલીસે કહ્યુ હતું કે આરોપીઓએ 2000થી માંડીને 20,000 રૂપિયા સુધી 48 ટિકિટો વેચી નાંખી છે.

icc મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની ભારતમાં શરૂઆત થઇ ગઇ છે અને આખી દુનિયા 14 ઓકટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જોવા માટે આતુર છે. ત્યારે ક્રિક્રેટ ચાહકોના ક્રેઝનો લાભ ઉઠાવવા માટે લેભાગૂ તત્વો સક્રીય થઇ ગયા છે અને ભારત-પાકિસ્તાન મેચની બનાવટી ટિકીટો વેચવાનું શરૂ કર્યું હતું. જો કે 4 લબર મૂછિયા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. આ યુવાનોએ 48 ટિકિટો વેચીને લાખો રૂપિયા તો ભેગા કરી દીધા છે અને પોલીસે વધારાની 108 ટિકીટો જપ્ત કરી લીધી છે. હવે સવાલ એ છે કે જેમણે હોંશમાં હોંશમાં ટિકીટ તો ખરીદી છે, પરંતુ જ્યારે ખબર પડશે કે આ તો ડુપ્લીકેટ છે, ત્યારે તેમનું શું થશે?

જાણવા મળેલી વિગત મુજબ પોલીસે ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો વેચવાના કૌભાંડમાં ધ્રુમિલ ઠાકોર,રાજવીર ઠાકોર,જયમીન પ્રજાપતિ અને કુશ મીણાની ધરપકડ કરી છે. આ ચારેય લબર મૂછિયા યુવાનો છે અને મોજશોખનો ખર્ચો કાઢવા માટે ડુપ્લીકેટ ટિકિટ વેચવાના રવાડે ચઢી ગયા હતા.

આરોપીઓએ આપેલી માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના બોકડદેવમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષની દુકાનમાં દરોડો પાડ્યો હતો. ડુપ્લીકેટ ટિકિટો અહીં પ્રિન્ટ થતી હતી. પોલીસે 25 પેજ કબ્જે કરી લીધા હતા.

પોલીસે કહ્યુ કે, આ યુવાનોએ 48 જેટલી ટિકિટી તો સોશિયલ મીડિયા પર વેચી નાંખી છે. ધ્રુમિલ ઠાકોર મહેસાણાના કડીથી ઓરિજનલ ટિકિટ લાવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે આ પહેલાં લોકોને વિનંતી કરી હતી કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ BCCIની સત્તાવાર વેબસાઇટ અને એપ પરથી જ ખરીદજો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓકટોબરે રમાવવાની છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિક્રેટ સ્ટેડીયમ છે. જેમાં 1 લાખ 32 હજાર પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે. ભારત-પાકિસ્તાનની મેચ વખતે સ્ટેડિયમ ફુલ રહેવાનું છે.

જાણવા મળેલી માહિતી મુજબ આ યુવાનો મોજશોખનો ખર્ચ કાઢવા માટે આટલું મોટું જોખમ લીધું હતું. આ ચાર યુવાનો સાથે એક યુવતી પણ સામેલ હોવાની ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp