કોરોનામાં સાબરમતી જેલને આર્થિક નુકસાન થયું તો કેદીઓએ શરૂ કર્યું નવું કામ

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે ઘણાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. ધંધા-રોજગાર બંધ થવાના કારણે લોકોના આર્થિક સંકડામણમાં મુકાવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સેન્ટ્રલ જેલના કેદીઓ એ પણ જેલના ટર્નઓવરને બચાવી રાખવા માટે એક નવો વ્યવસાય શરૂ કર્યો છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ અલગ-અલગ કામ કરીને આવક મેળવે છે. કેદીઓના કામ કરવાના કારણે જેલને આર્થિક રીતે ફાયદો થાય છે. સાબરમતી જેલમાં કેદીઓ ભજીયા હાઉસમાં ભજીયા બનાવીને ખૂબ જ વધારે આવક કરી રહ્યા છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે અનેક ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે પણ સાબરમતી જેલના કેદીઓ પોતાના આર્થિક ટર્ન ઓવરની એવરેજ બચાવવામાં ખૂબ જ સફળ થયા છે.

ભજીયા હાઉસની આવક બંધ થવાના કારણે સાબરમતી જેલના કેદીઓએ જેલમાં જ કોરોનાની મહામારી વચ્ચે ઉપયોગમાં લેવામાં આવતા મેડિકલ સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેમાં કેદીઓ જેલની અંદર જ માસ્ક, PPE કીટ, સેનિટાઈઝેશન મશીન બનાવીને આવક મેળવે છે.

સાબરમતી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા 1,361 PPE કીટ અને 1.50 લાખ જેટલા માસ્ક બનાવવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે, વર્ષ 2019-20માં જેલનું ટર્નઓવર 4,46,91,000 અને વર્ષ 2020-21માં જેલનું ટર્નઓવર 3,78,00,000 નોંધાયું છે.

મહત્ત્વની વાત છે કે, જેલના કેદીઓ દ્વારા જે ભજીયા બનાવવામાં આવે છે તે ભજીયા ખૂબ જ ફેમસ છે અને લોકો જેલના ભજીયા ખાવા માટે આવે છે ત્યારે વર્ષ 1920માં જેલના ભજીયા હાઉસનું ટર્ન ઓવર 64 લાખ હતું પરંતુ તે વર્ષ 2020 અને 21માં માત્ર 26 લાખનું થયું છે પરંતુ કેદીઓએ અન્ય વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરીને કોરોનાની મહામારી વચ્ચે જેલની આવકને ડાઉન થતી અટકાવી છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અને આંશિક લોકડાઉન કરવામાં આવતા ઘણા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક વેપારીઓ તો પોતાનો જૂનો ધંધો બંધ કરીને કોરોનાની મહામારી વચ્ચે ઉપયોગમાં આવી વસ્તુઓનો ધંધો કરીને આફતને અવસરમાં પરિવર્તન કર્યો છે અને આવું જ કંઈક સાબરમતી જેલના કેદીઓ દ્વારા પણ કરવામાં આવ્યુ છે. જેલમાં ભજીયાના ધંધામાં ઓછી આવક થતા કેદીઓએ કોરોનાની મહામારી વચ્ચે ઉપયોગમાં આવે એવી વસ્તુઓનું ઉત્પાદન કરીને જેલને આર્થિક નુકસાનમાંથી બચાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp