જૈન પ્રતિમા ખંડિત થવાની ઘટના: હર્ષ સંઘવી સાથે બેઠક પછી સમાજ નિર્ણય લેશે

પાવાગઢ, મહાકાળી માતાના મંદિરના પગથિયા પાસે 500 વર્ષ જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓને ખંડિત કરીને હટાવી દેવાની ઘટનાએ સુરત સહિત આખા ગુજરાતમાં જૈન સમાજનો આક્રોશ ફાટી નિકળ્યો છે. આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 16 જૂનના દિવસે બનેલી ઘટના પછી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો મોડી રાત્રે કલેક્ટર ઓફિસ પહોંચી ગયા હતા.

જૈન સમાજની માંગણી છે કે, પ્રતિમાને ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યા સમાજને સુપરત કરે અને આજથી જ જિર્ણોદ્વાર કરવામાં આવે.

જાણવા મળેલી વિગત મુજબ જૈન સમાજના અગ્રણીઓ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે મંગળવારે એક બેઠક મળવાની છે. એ પછી જૈન સમાજ આગળની રણનીતિ નક્કી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp