શરીર પાતળું હોવાના કારણે MBBSના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

PC: etimg.com

કેટલાક યુવકો કે, યુવતીઓ નાની નાની બાબતે તણાવમાં રહીને આપઘાતનો રસ્તો અપનાવતા હોય છે પરંતુ તે પોતાની ડીપ્રેશનની વાત તેમના માતા પિતા કે, મિત્રને કહીને યોગ્ય સમયે ડીપ્રેશનની સારવાર કરાવે તો તેઓનું ડીપ્રેશન દૂર થઇ શકે છે. અમદાવાદમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને આપઘાત કરતા પહેલા તેને એક સુસાઈડ નોટ પણ લખી હતી અને તેમાં તેને પોતાના આપઘાત કરવાનું કારણ પોતાનું શરીર પાતળું હોવાનું જણાવ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહતો ગૌરાંગ વણકર મહીસાગરના લુણાવાડામાંથી MBBSનો અભ્યાસ કરવા આવ્યો હતો. ગૌરાંગ અમદાવાદમાં તેના પિતરાઈ ભાઈ પરિમલ પ્રણામી સાથે PGમાં રહેતો હતો. 5 નવેમ્બરના રોજ ગૌરાંગે પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ વાતની PGમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓને જાણ થતા તેમને તાત્કાલિક પોલીસને આ સમગ્ર મામલે માહિતી આપી હતી. તેથી પોલીસ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે સૌ પ્રથમ ગૌરાંગના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, ત્યારબાદ પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ગૌરાંગે આપઘાત કરવા પાછળ તેની બોડીનું કારણ જણાવ્યું હતું. ગૌરાંગે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું મારાથી અને બોડીથી કંટાળી ગયો છું, એટલે આ કરું છું. પપ્પા મમ્મી હું સારો છોકરો ન બની શક્યો. પપ્પા બીજા સબજેક્ટની જેમ ડીપ્રેશનમાંથી બહાર નીકળવાનું શીખવાડવામાં આવતું હોત તો..., લવ યુ મમ્મી પપ્પા...

મળતી માહિતી અનુસાર ગૌરાંગ તેના પાતળા શરીરને લઇને સતત ચિંતામાં રહતો હતો. તે ફીટ રહેવા માટે ડૉક્ટર પાસેથી દવા અને પ્રોટીન પાઉડર પણ લેતો હતો પરંતુ તેના શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નહોતો અને આ કારણે સતત ડીપ્રેશનમાં રહેતો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp