ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આ આગાહી

PC: twitter.com

રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. પવન સાથે ઠંડીનું જોર વધતાં લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેવો પડ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

હાલ રાજ્યમા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે વધુ એક અગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે મહાશિવરાત્રી બાદ્થી શિયાળો વિદાય લેશે અને ગુજરાતીઓને કોલ્ડવેવથી રાહત મળશે. અમદાવાદમાં બપોરે પારો તા. 7 ફેબ્રુઆરી સુધીમાં 31 ડિગ્રીએ પહોંચી જશે તેવી આગાહી સામે આવી છે.

બીજી તરફ ત્રણ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનનું હાલનું પ્રમાણ જળવાઈ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હાલ રાજ્યમા ઠડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં પારો લઘુતમ 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે જે તા. 7 ફેબ્રુઆરી સુધીમાં 16 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ પહચવાની શકયતા છે.

આ સિવાય વડોદરા 14.8, ભાવનગર 17.4, ભૂજ 12, છોટાઉદેપુર 15, દાદરા-નગર હવેલી 18.2, દાહોદ 12, દમણ 19, ડાંગ 15, ડીસા 12.6, દીવ 14.2, દ્વારકા 16.4, ગાંધીનગર 12.8, જૂનાગઢ 19.8, જામનગર 15.9, કંડલા 14.4, નલિયા 5.3 પારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp