વડોદરામાં 120 ફૂટ ઊંડા કુવામાં પડેલા વાંદરાનું 4 દિવસ બાદ રેસ્ક્યુ કરાયું

PC: youtube.com

કોઈ મનુષ્ય રોડ એક્સિડન્ટના કારણે અથવા કોઈપણ કારણોસર ઈજાગ્રસ્ત થાય, તો તેને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી રહી છે. પરંતુ મનુષ્યની જેમ જ ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને તો કેટલીક જીવદયા સંસ્થાના કાર્યકર્તાઓની મદદથી સારવાર મળે છે. ત્યારે આવું જ કંઈક વડોદરાના એક ગામમાં સામે આવ્યું છે કે, જ્યાં જર્જરિત કુવામાં એક વાંદરો પડી ગયો હતો અને છેલ્લા ચાર દિવસથી દુઃખની સાથે કણસી રહ્યો હતો. આ વાતની જ્યારે ગામ લોકોએ પશુ-પક્ષીઓ માટે કામ કરતી એક સંસ્થાના કાર્યકર્તાઓને કરી તો તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને વાંદરાને કુવામાંથી બહાર કાઢીને તેની સારવાર કરીને કુદરતી વાતાવરણમાં છોડી દીધો હતો.

એક રીપોર્ટ અનુસાર, વડોદરા નજીક આવેલા સોખડા ગામે ત્રણ-ચાર વાંદરાઓ બાખડ્યા હતા. તે દરમિયાન એક વાંદરો 120 ફૂટ ઊંડા જર્જરિત કુવામાં પડી ગયો હતો. આ બાબતે જ્યારે ગામ લોકોને જાણ થઈ ત્યારે ગામ લોકો કુવા પાસે પહોંચ્યા હતા. પરંતુ કુવો જર્જરિત હોવાના કારણે કોઈ પણ ગામના લોકો કુવામાં ઉતારવા માટે તૈયાર ન હતા. ચાર દિવસથી વાંદરો કુવામાં કણસી રહ્યો હતો.

વાંદરાને ગામ લોકોએ બહાર કાઢવાના ઘણા પ્રયાસો કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ આ સમગ્ર મામલે ગામ લોકોએ પશુ-પક્ષીઓ માટે કામ કરતી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો નંબર મેળવીને આ સમગ્ર મામલે જાણ કરી હતી. જેના કારણે સંસ્થાના ચિરાગ રાઠોડ, મેહુલ પટેલ, નિલેશ પાંડોર અને મિલાપ સોની ટેકનિકલ સાધનો સાથે કુવા પાસે પહોંચ્યા હતા. અંદાજિત ચાર કલાકના રેસ્ક્યુ પછી વાંદરાને કુવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ વાંદરાની સારવાર કરીને તેને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp