સીડી મામલે હાર્દિક અને કોંગ્રેસ પર નીતિન પટેલનો મોટો હુમલો, જાણો શું કહ્યું?

15 Nov, 2017
03:58 PM
PC: NewsX

કથિત સીડીને લઈ હાર્દિક પટેલ વિવાદમાં ઘેરાયો છે ત્યારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક અને કોંગ્રેસને આડેહાથે લઈ આક્રમક રીતે પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસનાં નેતાઓ હવાતીયા મારી રહ્યા છે.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મીડિયાને કહ્યું કે આખા દેશ અને દુનિયામા ગુજરાતીઓનું નામ ખરાબ થાય તેવું શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ખોટું કરનારાઓએ તો ખોટું કર્યું પરંતુ કોંગ્રેસનાં મોટા નેતાઓ દબાતી-ચંપાતી જીભે ખોટું કરનારાઓનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે એ નિમ્ન કક્ષાનો છે. રાજકીય નહી પણ નૈતિકતાનો મુદ્દો છે. 18 તારીખ સુધી ખોટું કરનારા, અશોભનીય કામ કરનારા કોઈ પણ હોય, કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા હોય એમને બચાવવા કોંગ્રેસનાં નેતાઓ હવાતીયા મારી રહ્યા છે. અને તેમને ચૂંટણીમાં જવાબ મળી જવાનો છે.

Leave a Comment: