દર્શન રાવલના કોન્સર્ટમાં અફરાતફરી, ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકની હતી પણ..

PC: twitter.com

વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં પાસના કાળા બજાર થવાને કારણે ઓવરક્રાઉડ થતા ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30 કરતા વધારે વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. તેમને ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, 15-20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીનો ઉપયોગ કર્યો હતો. દર્શન રાવલના કાર્યક્રમ માટે 6:00 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો નહોતો.

જેના કારણે ધક્કા-મુક્કી થતાવિદ્યાર્થીઓના બૂટ-ચંપલ ખોવાઈ ગયા હતા. કેટલાક વિદ્યાર્થીને ઇજા પહોંચતા વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢીને ગેટ ખોલાવ્યો હતો. MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાંથી 6-7 વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. તેના માટે 100 ટકા મિસ મેનેજમેન્ટ જવાબદાર છે. હું આ અંગે વાઇસ ચાન્સેલર (VC)ને રજૂઆત કરીશ. MS  યુનિવર્સિટીની ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં બોલિવુડના યુવાનોમાં લોકપ્રિય ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતા સ્થિતિ નિયંત્રણ બહાર પહોંચી હતી.

કાર્યક્રમ શરૂ થયા પહેલાં 6 વાગ્યાથી ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના નેતાએ ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો. અડધો કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. 2-3 વિદ્યાર્થિની બેભાન થઇ જવાની ઘટના પણ બની હતી. વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે ભારે ભીડના કારણે વિદ્યાર્થિનીઓને ગૂંગળામણ થતા તે બેહોશ થઈ ગઈ હતી, જેથી 108ને બોલાવી હતી. ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટનો ગેટ પણ તૂટી ગયો હતો.

ધક્કા-મુક્કીના કારણે વિદ્યાર્થીનાં બૂટ-ચપ્પલ ખોવાઇ જવા તથા વિદ્યાર્થીને ઇજાઓ પણ થવાની ઘટનાઓ બની હતી. સમયસર ગેટ ન ખોલવામાં આવતા વિવાદ થયો હતો અને વિદ્યાર્થીઓને ધક્કા-મુક્કીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓના ફોન ખોવાઈ જવાની ફરિયાદો પણ થઈ હતી. ડિપાર્ટમેન્ટમાં જ્યાં કાર્યક્રમ હતો ત્યાં પણ ભારે ભીડ થઇ જતા ગ્રાઉન્ડ પર ગૂંગળામણ થાય એવી સ્થિતિ સર્જાઈ હતી. ટેક્નોલોજી ફેકલ્ટીના ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકની હોવા છતા 7-8 હજાર પાસ વહેંચાયા હતા.

જેના કારણે ભારે ભીડમાં વિદ્યાર્થીઓનાં બૂટ અને ચપ્પલો ખોવાઈ જવાની ઘટના બની હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં બૂટ-ચંપલ વીખરાયેલાં મળ્યાં હતા. જોકે વિદ્યાર્થીઓએ વગર બૂટ-ચંપલે કાર્યક્રમ નિહાળ્યો હતો. ભીડને વિજિલન્સના બાઉન્સરો સંભાળી શકે એવી સ્થિતી રહી નહોતી. ઓવરક્રાઉડના કારણે ધક્કામુક્કી થઇ હતી. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વિજિલન્સ અને બાઉન્સરોએ ભારે મહેનત કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp