રાષ્ટ્રધ્વજને અંદર ન લઈ જવા દેતા મોટેરા સ્ટેડિયમની બહાર લોકોએ કર્યો હોબાળો

PC: dainikbhaskar.com

છેલ્લા ઘણા સમયથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘઘાટનની રાહ જોવાઈ રહી હતી. અમદાવાદના મોટરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મોટેરા ખાતે હાજરી આપી હતી. મોટેરા સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને 1.32 લાખ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. આજે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયા પછી ઇન્ડિયા-ઇંગ્લેન્ડ, ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થશે. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા કરતા અડધા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. એટલે કે, સ્ટેડિયમમાં બેસીને માત્ર 65 હજાર લોકો મેચ જોઈ શકશે.

મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ બહાર એકઠા થયા છે. અલગ-અલગ રાજ્યના લોકો પણ મેચ જોવા માટે સ્ટેડિયમ બહાર એકઠા થયા છે. ત્યારે મેચ પહેલા જ સ્ટેડિયમની બહાર મેચ જોવા માટે આવેલા લોકોના હોબાળાના સમાચાર મળી રહ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, મેચ જોવા માટે આવેલા લોકોને સ્ટેડિયમની અંદર ભારતનો રાષ્ટ્રધ્વજ લઇને જતા અટકાવતા હોબાળો થયો હતો. મોટરા સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ, ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાવાની હોવાના કારણે દર્શકો ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે અવનવા પોશાક તૈયાર કર્યા છે, તો કેટલાક દર્શકોએ પોતાના હાથમાં અને શરીર પર અલગ-અલગ પ્રકારને ટેટૂ પણ બનાવ્યા છે.

તો કેટલાક લોકો ભારતનો ધ્વજ લઇને ક્રિકેટ જોવા આવ્યા હતા પરંતુ ધ્વજની સાથે લોકોને સ્ટેડિયમમાં જવા અટકાવતા દર્શકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. તેથી દર્શકોએ ચીમકી ઉચ્ચારી છે કે, ટિકિટ હોવા છતાં પણ સ્ટેડિયમની બહાર રહીને મેચનો બહિષ્કાર કરવામાં આવશે. હોબાળાની માહિતીની મળતા સ્ટેડિયમ સ્ટાફ ઘટના સ્થળ પર પહોચ્યો હતો. તેથી સ્ટેડિયમ સ્ટાફે કેટલાક લોકોની એન્ટ્રી સામે પ્રતિબંધ લગાવ્યો હતો.

સ્ટેડિયમની બહાર ઉભેલા દર્શકોએ જણાવ્યું હતું કે, મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતા સામયે એક PSIએ રાષ્ટ્રધ્વજ લઇને સ્ટેડિયમમાં જતા અટકાવ્યા હતા. તેથી અમે PSIને રાષ્ટ્રધ્વજને રસ્તા પર રેઢો મૂકવાની મનાઈ કરી. એવામાં બીજા વ્યક્તિને પણ PSIએ રાષ્ટ્રધ્વજની સાથે સ્ટેડિયમમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને સ્ટેડિયમમાં ધ્વજ લીધા વગર જ મેચ જોવા જવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત વ્યક્તિએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પાકિસ્તાનનો ફ્લેગ નથી કે, તંત્ર સ્ટેડિયમમાં ધ્વજને લઇ જતા અટકાવે. સ્ટેડિયમ બહાર ઉભેલા લોકોએ નારા લગાવ્યા હતા કે, દરેક વ્યક્તિ ભારતનો ધ્વજ લઇને જ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જશે. તેમને કોઈ રોકો શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp