અમદાવાદમાં મિત્રએ મિત્રની હત્યા કરી, લાશ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો

PC: news18.com

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિત્રએ જ મિત્રની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાંખી હતી અને મુતદેહ લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ગર્લ ફ્રેન્ડ બાબાતે બે મિત્રો વચ્ચે ઝઘ઼ડો થયો તેમાં ઉશ્કેરાઇ ગયેલા એક મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપી મિત્ર પોતાની મિત્રની હત્યા કરીને લાશને કારમાં લઇને જ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મિત્રની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધવામાં આવી રહ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ વેદાંત અને સ્વપ્નિલ પ્રજાપતિ બંને મિત્રો હતા. ગર્લ ફેર્ન્ડ બાબતે ઝઘડો થતા વેદાંતે કારમાં જ સ્વપ્નિલ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ પછી કારમાં જ સ્વપ્નિલનો મૃતદેહ લઇને વેદાંત સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે મોતને ભેટનાર સ્વપ્નિલ પ્રજાપતિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. સ્વપ્નિલ અને વેદાંત બંને સારા મિત્રો હતા અને અમદાવાદના વિશ્વકર્મા બ્રિજ પર બંને મિત્રો વહેલી સવારે 4-30 વાગ્યે એક કારમાં બેસીને વાતો કરતા હતા. એ દરમિયાન સ્વપ્નિલે વેદાંતની મહિલા મિત્ર અંગે કોઇ ટીપ્પણી કરી અને એ વાતથી વેદાંત ગુસ્સે ભરાયો હતો અને સ્વપ્નિલ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. સ્વપ્નિલને સપનેય પણ ખ્યાલ નહોતો કે વેદાંત આવું આક્રમક પગલું ભરશે.

બીજી તરફ વેદાંતે પોતાના મિત્રને હોસ્પિટલે લઇ જવાને બદલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેના ચહેરા પર મિત્રની હત્યાનો જરાય સરખો પણ રંજ દેખાતો નહોતો.

પોલીસે કહ્યું હતું કે સ્વપ્નિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે અને વેદાંત સામે હત્યાનો ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અત્યારે તો ગર્લ ફ્રેન્ડને કારણે ઝઘડામાં હત્યા થઇ હોવાનું વેદાંત કહી રહ્યો છે, પરંતુ પોલીસ પુરી તપાસ કરશે કે હત્યા કયા કારણોસર કરવામાં આવી.

આજકાલના યુવાનોને શું થયું છે? જરા જરામાં ગુસ્સે ભરાઇ જાય અને હથિયાર ઉપાડીને મિત્રની હત્યા કરતા પણ વિચાર કરતા નથી. પ્રેમિકાના મુદ્દે લડાઇ થાય, પરંતુ એ પણ વિચારતા નથી કે જે યુવતી માટે લડાઇ કરે છે તેના ભવિષ્યનું શું થશે? આજકાલના યુવાનોએ પ્રેમને એક મજાક બનાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp