સ્પામાંથી પકડાયેલી દેહ વ્યાપાર કરતી 45 વિદેશી યુવતીઓમાંથી 7 યુવતી હતી જ નહીં

PC: portobelloresort.com.b

રાજકોટ પોલીસે રાજકોટમાં ચાલતા સ્પા સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. રાજકોટ પોલીસ ગ્લોરિયસ સ્પામાં દેહ વ્યાપાર થતો હોવાની બાતમી સાથે સ્પામાં દરોડા પાડ્યા હતા. ગ્લોરિયસ સ્પામાં દરોડા દરમિયાન 45 જેટલી વિદેશી યુવતીઓને પોલીસે ઝડપી પડી હતી. આ સ્પામાંથી એક ચોંકાવનારી વાત પણ પોલીસને જાણવા મળી હતી. સ્પામાંથી ઝડપાયેલી 45 યુવતીઓમાંથી 7 યુવતીઓ એવી હતી કે જે ખરેખર યુવતી ન હતી. આ યુવતીઓ પુરુષમાંથી સ્ત્રી બની હતી. એટલેકે જેન્ડર ચેન્જ કરાવીને છોકરીઓ બની હતી.

આ બાબતે રાજકોટના DCP મનોહરસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું કે સ્પામાં રેડ દરમિયાન 45 જેટલી વિદેશી યુવતીઓ મળી આવી હતી અને તેમાંથી 7 યુવતીઓ એવી છે કે જેમણે જેન્ડર ચેન્જ કરાવ્યું છે. જેન્ડર ચેન્જ કરવાનું કારણ દેહ વ્યાપાર કરીને પૈસા કમાવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.

બીજી તરફ અમદાવાદના મણિનગરમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. મણિનગરના જવાહર નગર પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં કોહિનૂર સ્પા ચાલતું હતું. છેલ્લા છ મહિનાથી સ્પાના ચાલક દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપારની ચલાવવામાં આવતો હતો. પોલીસને આ વાતની જાણ થતા સ્પામાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે 4 યુવતી અને 3 યુવકની ધરપકડ કરી હતી. આ સ્પા બિલખીસબાનુ નામની મહિલા દ્વારા ચલાવામાં આવતું હતું. બિલખીસબાનુ છેલ્લા છ મહિનાથી દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. બિલખીસબાનુ મુંબઈની રહેવાસી અને હાલ તે અમદાવાદના જસોદા નગરમાં રહે છે.

આ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનના PI બી. એમ. ઝાલા દ્વારા કહેવામાં આવ્યું કે જવાહરનગર પાસે સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ACPની પરવાનગીથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્પામાંથી 4 યુવતીની અને 3 યુવકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સ્પા ચલાવનાર બિલખીસબાનુ નામ મહિલાની પૂછતાછ હાથ ધરવામાં આવશે અને તે મહિલા યુવતીઓની મરજીથી કે યુવતીઓ પર પ્રેશર આપીને દેહ વ્યાપર કરાવતી હતી તે જાણ્યા બાદ તેના પર  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp