આ તારીખે અમદાવાદમાં નહીં દોડે કોઈ રિક્ષા, 2 લાખથી વધુ રિક્ષા ચાલકો હડતાલ પર જશે

PC: indiatimes.com

અમદાવાદના રોડ પર સતત દોડતી રિક્ષાઓના પૈડા આ મહિના બીજા અઠવાડિયે થંભી જવાના છે. ઓટો રિક્ષા ફેડરેશન અમદાવાદના પ્રમુખ અશોક પંજાબીના નેતૃત્વમાં રિક્ષા ચાલકોના જુદા જુદા યુનિયનની તરફથી માગ કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન થયેલા તથા એ પછી થયેલા આર્થિક નુકસાન, ઓટો રિક્ષા વેલફેર બોર્ડ તથા રિક્ષા ચાલકોના આત્મસન્માન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ખાસ રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં રિક્ષા ચાલકોને રાજ્ય સરકાર તરફથી કેટલીક સહાય મળી રહે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છતાં રાજ્યની સરકારે ઓટો રિક્ષા ચાલકો પ્રત્યે એક નકારાત્મ અભિગમ અપનાવીને આત્મનિર્ભર યોજના અંતર્ગત માત્ર વાતો કરી ઓટો રિક્ષા ચાલક વર્ગ સાથે મજાક કરવામાં આવી છે. આવી તમામ બાબતોને ધ્યાન રાખીને તા. 7 જૂલાઈના સોમવારે અમદાવાદના 2 લાખથી પણ વધારે રિક્ષા ચાલકો હડતાલ પાડશે. આ દિવસે અમદાવાદના કોઈ રસ્તા પર રિક્ષા દોડતી જોવા નહીં મળે. અશોક પંજાબીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે નકારાત્મક વલણ અપનાવીને રિક્ષા ચાલકોને લોકડાઉન દરમિયાન અને ત્યાર બાદના સમયમાં થયેલા નુકસાન અંગે આર્થિક મદદ કરવાની ના પાડી દીધી છે. લોન પણ બેન્કના નિયમ પ્રમાણે જ મળશે. આત્મનિર્ભર યોજના અંતર્ગત માગવામાં આવેલા દસ્તાવેજ ભેગા કરવા મુશ્કેલ છે. આ માટેના નિયમો પણ ખૂબ કડક છે.

નાયબ મુખ્યમંત્રી તરફથી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ગરીબ ઓટો રીક્ષા ચાલક જેઓ BPLમાં આવતા હોય એમને સરકાર તરફથી એક મહિનાનું રાશન તથા રૂ.1000 આપવામાં આવ્યા છે. અશોક પંજાબીએ ઉમેર્યું કે, આ એક વાહિયાત બાબત અને બેજવાબદાર નિવેદન છે. સરકારની રિક્ષા ચાલકો પ્રત્યેની આવી નીતિ અસહનીય છે. તેથી હવે ઓટો રિક્ષા ચાલકો તા. 7 જુલાઈએ એક દિવસ માટે રિક્ષાની હડતાલ પાડીને આ અંગે વિરોધ કરશે. આ આંદોલનની જવાબદારી ઓટો રિક્ષા ફેડરેશન આગેવાન અશોક પંજાબીના નેજા હેઠળ કરવામાં આવશે. અમદાવાદના સાત જુદા જુદા રિક્ષા સંગઠનોએ આ અંગે સહમતી દર્શાવી છે. સરકાર નહીં માને તો અન્ય રૂપરેખા નક્કી કરાશે. આ હડતાલ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તથા અન્ય રાજકીય સંગઠન તરફથી પણ સહકાર માગવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp