રસ્તો બને અને તરત તૂટે, આવું હવે ચાલશે નહીં: CM ભૂપેન્દ્ર પટેલ

PC: twitter.com

ગુજરાતની 8 મહાનગર પાલિકાઓ અને 169 નગરપાલિકાઓને કુલ 2084 કરોડ રૂપિયાના ચેક વિતરણ કરવાના કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી. પટેલે કહ્યું કે, રસ્તા નવા બન્યા નથી અને ગટરવાળા તરત રસ્તા ખોદી નાંખે છે આવું હવે ચાલશે નહીં. જ્યારે પુછવામાં આવે છે તો બધા એકબીજા પર જવાબદારી ઢોળી દે છે આવું પણ ચલાવી લેવામાં નહીં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,તમારા કારણે સરકારે સાંભળવું પડે છે. લોકો સરકારને ફરિયાદ કરે છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુણવત્તામાં કોઇ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે. જરૂર પડે તો બે-ત્રણ મહિના મોડું થશે તો ચાલશે, પરંતુ ગુણવત્તામાં કોમ્પ્રોઇમસ સાંખી લેવામાં નહીં આવે.

ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓ અને અધિકારીઓને કહ્યું કે, એક બીજા પર પ્રભાવ પાડવાની જરૂર નથી, તમારે એક ટીમ તરીકે કામ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp