સુરેન્દ્રનગરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની મેરઠ પોલીસે કરી ધરપકડ

PC: navsarjangujarat.com

સુરેન્દ્રનગરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેની મેરઠ પોલીસે ચેક રિટર્નના કેસમાં ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહીં થતા વોરંટના આધારે તેમની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવે સામે ચેક રિર્ટનનો કેસ નોંધાયો હતો. આ કેસમાં તેઓ હાજર નહીં થતા તેમની વિરુધ્ધમાં વોરંટ કાઢવામાં આવ્યું હતું. જેથી મેરઠ પોલીસની ટીમ ગુજરાત આવી હતી. તેમજ તેમની ધરપકડ કરીને મેરઠ લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

નાદુરસ્ત તબીયતના કારણે તેઓ હાજર નહીં થતા વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. તેમની સામે કલમ 138 અને 420 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્યની ધરપકડને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેમજ લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

પૂર્વ ધારાસભ્યના પિતા નંદકિશોર દવે સ્વાતંત્ર્ય સેનાની હતી તેમજ તેમનો પુત્ર વિક્રમ દવે પણ રાજકારણ સક્રીય છે. વિક્રમ દવે વઢવાણ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યાં છે. મેરઠ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને ગઈ હતી. તેમજ ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp