અમદાવાદ: ગઢડાના સ્વામીએ એવી કાર ચલાવી કે આખા ટ્રાફિક બૂથના ભૂક્કા બોલી ગયા

PC: gujjurocks.in

ગઢડાના સ્વામીએ અમદાવાદમાં એવી પુરપાટ ઝડપે કાર દોડાવી હતી અને કાર પરનો કાબુ ગુમાવી દેતા એક ટ્રાફિક બુથમાં તેમની કાર ઘુસીને ચોકીનો ભૂક્કો કરી નાંખ્યો હતો. એતો નસીબનો પાડ માનો કે કોઇ જાનહાની થઇ નથી. પોલીસે સ્વામીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ જ રોડ પર એક ટ્રકમાં પંચર પડી જવાને કારણે લાંબો ટ્રાફીક જામ થઇ ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ અમદાવાદના એસજી રોડ પર હિટ એન્ડ રનના અનેક કેસો બનતા રહે છે. ગઢડાના સ્વામી એસ પી સ્વામી પોતાની ઇનોવા કારમાં જઇ રહ્યા હતા.લોકોએ કહ્યું હતું કે સ્વામી પુરપાટ ઝડપે અને બેદરકારીથી કાર ચલાવી રહ્યા હતા અને તેમની કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને થલતેજ ટ્રાફિક બુથમાં કાર ઘુસી ગઇ હતી. કાર એટલી ધડાકાભેર અથડાઇ ગઇ હતી કે આખું ટ્રાફીક બુથ તુટી ગયું હતુ. પોલીસે ગઢડાના એસ પી સ્વામીની ધરપકડ કરી લીધી છે.

ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યુ કે, સ્વામી એટલી ઝડપે કાર ચલાવતા હતા કે ટ્રાફિક બુથમાં ઘુસતા પહેલા તેમની કાર ડિવાઇડર પણ ચઢી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp