દેશનો સૌથી મોટો મોલ ગુજરાતના આ શહેરમાં બનશે, 4,000 કરોડનું રોકાણ

PC: knocksense.com

દુનિયાની સૌથી ઉંચી ઓફિસ બિલ્ડીંગ,સૌથી ઊંચી પ્રતિમા અને દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ પણ ગુજરાતમાં બનવાનો છે. UAEના લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી.

UAE મૂળનાં લુલુ ગ્રુપનાં મોલ તો જગવિખ્યાત છે. ભારતમાં પણ તેઓનાં મોલ બેંગલોર, હૈદરાબાદ, કોઇમ્બતુર, લખનૌ જેવા અનેક શહેરોમાં છે. હવે આ વાઇબ્રન્ટ સમિટમાં આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રૂ. 4,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

હાલ પેલેડિયમ મોલ અને અમદાવાદ વન (Ahmedabad One) અમદાવાદનો સૌથી મોટો મોલ માનવામાં આવે છે. અમદાવાદમાં બનનારા દેશના સૌથી મોટા મોલમાં દેશ વિદેશની 300થી વધારે બ્રાન્ડસ એક જ છત નીચે મળશે.ઉપરાંત ફુડ કોર્ટમાં એક સાથે 3000 લોકો ભોજન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ મોલમાં 15 જેટલી સ્ક્રિન પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp