ભાજપના પૂર્વ ધારાસભ્યએ સાંસદને કહ્યું- હજુ મહિનો થયો નથી તેમાં આટલો ફાટી ગયો!
વડોદરાના નવા સાંસદ હેમાંગ જોશી માટે એક સત્કાર સમારંભનું આયોજન મિલન પાર્ટી પ્લોટ પર કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ધારાસભ્ય મનિષા વકીલે કર્યુ હતું. આ પ્રસંગે હેમાંગી જોશીએ પોતાના વકત્વયમાં કહ્યું કે, એક વખત જ્યારે હું એક ધારાસભ્યના કાર્યાલયના ઉદઘાટન માટે ગયો હતો ત્યારે ભાજપના એક નેતાએ મને કહ્યું હતું કે, હજુ મને ભાજપમાં 3 જ વર્ષ થયા છે.
એ સમયે મારા એક કાર્યકરે ભાજપ સાથેના 10 વર્ષ પહેલાંની તસ્વીરો મોકલી. મારો કહેવાનો મતલબ છે કે, પાર્ટી કાર્યકરોને તક આપે છે. હેમાંગ જોશીનું ભાષણ પુરુ થયું પછી ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાએ હેમાંગ જોશીની સ્ટેજ પર સંભળાવ્યુ હતું કે, આ જૂની વાત અત્યારે યાદ કરવાની શું જરૂર હતી? હજુ મહિનો થયો નથી તેમાં આટલો ફાટી ગયો!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp