ગાંધીનગરમાં જમીન દાન કરનાર વારસદારોએ આખું ગામ બારોબાર વેચી માર્યું
ગુજરાતના ગાંધીનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગામના લોકો ઉંઘતા રહ્યા અને આખા ગામને બારોબાર વેચી મારવામાં આવ્યું.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા જુના પહાડિયા ગામના લોકોને 50 વર્ષ પહેલાં ગામના એક વ્યક્તિએ થોડી રકમ લઇને ગામના લોકોને સ્વેચ્છાએ જમીન આપી હતી. હવે જેમણે દાન આપેલી એમના વારસાદારોએ ખેલ કરી નાંખ્યો અને આ જમીનો બારોબાર વેચી નાંખી. 23 જૂને વેચાણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો હતો.
આ વાતની જ્યારે ગામ લોકોને જાણ થઇ તો ગામ લોકોએ સબ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપતા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્ર્ટ ગામ પહોંચી ગયા હતા. જો કે સબ રજિસ્ટ્રારે કહ્યુ કે સાતબારમાં જેમના નામ છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે. એના માટે કોર્ટમાં જવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp