ભાજપના મહિલા સાંસદ પોણા બે કલાકમા જ આરોપીને છોડાવી ગયા

PC: divyabhaskar.co.in

વડોદરામાં રવિવારે હીટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 2 વિદ્યાર્થીઓ ઘવાયા હતા. પોલીસે આરોપીને પકડી પાડ્યો તો ભાજપના સાંસદ રંજન ભટ્ટ આરોપીને દોઢ જ કલાકમાં પોલીસ સ્ટેશનેથી છોડાવીને ઘરે લઇ ગયા હતા. પોલીસે જામીન આપી દીધા હતા.

વદોડરામાં 20 વર્ષનો યુવાન કુશ પટેલ રવિવારે પુરઝડપે કાર દોડાવીને જઇ રહ્યો હતો તે વખતે સ્કુટી પર જઇ રહેલા ફાઇન આર્ટસના 2 સ્ટુડન્ટોને કુશ પટેલે અડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. લોકોએ પીછો કર્યો તો કુશ પટેલે તેમના વાહનોને પણ ટક્કર મારી આખરે લોકોએ કુશને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

કુશ પટેલના પરિવારને સાંસદ રંજન ભટ્ટ સાથે પારિવારિક સંબંધો છે એટલે સાંસદ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને કુશ પટેલને છોડાવીને લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp