પ્રેમી અડધી રાત્રે પરિણીત પ્રેમિકાની ઘરે ગયો અને પછી દબાવ્યું પ્રેમીકાનું ગળું

PC: piqsels.com

અમદાવાદમાં રહેતી એક પરિણીતાએ તેના લગ્ન પછી પણ પ્રેમીની સાથે સંબંધ શરૂ રાખ્યા હતા. આ બાબતે સાસરીયા વાળાઓને જાણ થતા પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી પરિણીતા તેના પિયરમાં રહેતી હતી. એક દિવસ રાત્રીના સમયે પ્રેમી પરણીતાને તેના ઘરે મળવા ગયો ત્યારે પ્રેમીએ પરિણીતાનું ગળું દબાવીને તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી એક યુવતીના લગ્ન ગાંધીનગરના એક યુવકની સાથે થયા હતા. યુવતીએ લગ્ન પછી પણ તેના પ્રેમી મનોજ પરમાર સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. એક દિવસ યુવતીના પ્રેમી બાબતે સાસરીયાઓને ખબર પડી જતા તેમને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને ત્યારબાદ યુવતીએ તેના પિતા ઘરે આવી ગઈ હતી. યુવતી અમદાવાદમાં આવી હોવાની જાણ તેના પ્રેમી મનોજને થતા તે અડધી રાત્રે પ્રેમિકાના ઘરની બહાર આવ્યો અને તેને બારી ખખડાવી. પ્રેમિકાએ બારી ખોલતાની સાથે જ મનોજે પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું.

યુવતીએ મનોજનો પ્રતિકાર કરતા તેની માતા જાગી ગઈ હતી અને પ્રેમીનો ભાંડો ફૂટી ગયો હતો. આ બાબતે યુવતી અને મનોજના પરિવાર વચ્ચે સમાધાન કરવા બાબતે પણ વાતચીત થઇ હતી પરંતુ મનોજ અને યુવતીના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા યુવતીએ મનોજની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનોજ સામે IPCની કલમ 323 અને 507 અનુસાર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp