અમદાવાદી મહિલાઓની અનોખી પહેલ, કેન્સરગ્રસ્તોને 30 મહિલાઓએ કર્યું વાળનું દાન

PC: bhaskarassets.com

અત્યાર સુધી અંગદાન, નેત્રદાન, કિડનીદાન તથા રક્તદાન વિશે સાંભળ્યું હશે. પણ વાળ દાનમાં આપ્યા હોય એવી ઘટના ભાગ્યે જ સામે આવે છે. અમદાવાદની મહિલાઓ કેન્સર સર્વાઈવર દર્દીઓ માટે વાળ દાન કરવામાં નંબર વન સાબિત થઈ છે. પાંચ વર્ષમાં 300 અમદાવાદી મહિલાઓએ પોતાના વાળ દાન કર્યા છે.

છેલ્લાં ત્રણ મહિનામાં અમદાવાદની 30 જેટલી મહિલાઓએ પોતાના વાળ દાનમાં આપી દીધા છે. સામાન્ય રીતે વાળ પ્રત્યે સ્ત્રીઓને એક અનોખો લગાવ હોય છે. એમાં પણ ખાસ કરી જે સ્ત્રીના લાંબા અને ઘટાદાર વાળ હોય તેઓ એની જીવની જેમ માવજત કરતા હોય છે. દેશમાં વાળ દાનની આ એક અનોખી પહેલ અમદાવાદમાં જોવા મળી છે. દાતા તૃપલ પટેલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરૂં છું. સ્વૈચ્છિક રીતે મુંડન કરાવ્યું છે. આજે સોશિયલ મીડિયા પરથી અનેક યુવતીઓ અમારો સંપર્ક કરે છે. આ વાળથી પીડિતો માટે એક વીગ તૈયાર કરવામાં આવે છે. સત્યેશા નામની એક યુવતીએ કહ્યું કે, જ્યારે મેં વાળ ડોનેટ કર્યા તે પહેલાં ઘરના સભ્યોએ ખૂબ વિરોધ કર્યો હતો. પણ આ નિર્ણયમાં મને ભાઈનો સપોર્ટ હતો. છોકરીઓ વાળનું દાન કરે એ શરમજનક માનવામાં આવતું હતું. જ્યારે શીતલ હીરાણીએ કહ્યું હતું કે, વાળનું દાન કર્યા બાદ મને સંતોષ થયો. મારા ભાભી કેન્સર સર્વાઈવર છે.

એમના વાળ ખરી પડતા તેઓ શરમ અનુભવતા હતા. એમને સપોર્ટ કરવા માટે મેં વાળનું દાન કર્યું છે. જ્યારે 46 વર્ષના શશીકલા બેન કહે છે કે, કેન્સર સર્વાઈવર્સ માટે વાળ દાન કર્યા છે. આ માટે મારા પતિએ થોડું પ્રોત્સાહન આપ્યું હતું. વાળ એ કોઈ એવું ટેલેન્ટ નથી. કોઈની મદદે વાળ આવે તો ચોક્કસથી દાન કરવા જોઈએ. જોકે, મુંબઈ અને દિલ્હીમાં સ્ત્રીના વાળનો એક પ્રકારનો બિઝનેસ ચાલે છે. પણ દાન વસ્તુ અલગ છે. જેમાંથી વાળની કેટેગરી અનુસાર વીગ તૈયાર કરવામાં આવે છે. જેમ વાળ સિલ્કી અને લાંબા અને ઘટાદાર હોય એમ એ વીગની કિંમત વધારે હોય છે. સમગ્ર દેશમાં વાળ ડોનેટ કરવા મામલે અમદાવાદની મહિલા પ્રથમ ક્રમે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp