પોલીસકર્મીઓને ટ્રેનિંગ આપતા પૂર્વ IPS અધિકારી ભૂલ્યા ભાન, કર્યો અપશબ્દોનો વરસાદ

PC: blogspot.com

અમદાવાદના ટ્રાફિક પોલીસોને જનતા સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો તે શીખવવા માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને ટ્રેનિંગ આપવા માટે અમદાવાદના લાલબાગ નજીક આવેલા ચિલ્ડ્રન પાર્કમાં એક સેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સેશનમાં અલગ અલગ અધિકારીઓ દ્વારા પ્રજા સાથે કેમ વર્તન કરવું તેની માહિતી આપવામાં આવે છે. ત્યારે આ સેશનમાં મહારાષ્ટ્રના એક નિવૃત IPS અધિકારીને ટ્રેનિંગ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રથી આવેલા નિવૃત IPS અધિકારીએ પોતાનું સેશન શરૂ કર્યું અને પ્રજા સાથે ટ્રાફિક પોલીસે કેમ વર્તન કરવું તે શીખવતા શીખવતા નિવૃત IPS અધિકારી પોતાની મર્યાદા ભૂલી ગયા અને વાતવાતમાં પ્રજા દ્વારા બોલવામાં આવેલા અપશબ્દો બોલવા માંડ્યા હતા. નિવૃત IPS અધિકારીએ પોલીસને કહ્યુ હતું કે, તમારામાં પ્રજા દ્વારા બોલવામાં આવતા અપશબ્દો સાંભળવાની તાકાત ન હોય તો નોકરી છોડી દેવી જોઈએ.

મહારાષ્ટ્રથી આવેલા નિવૃત IPS અધિકારીએ ઉદાહરણ આપ્યું હતું કે, તમે કોઈ વાહન ચાલકને અટકાવો તો તે તમને (અપશબ્દ) કેમ મને રોક્યો?

મારી પાસેથી લાઈસન્સ માંગે છે (અપશબ્દ)?

સસ્પેન્ડ કરાવી દઈશ (અપશબ્દ).

જ્યારે નિવૃત IPS અધિકારીએ ઉદાહરણ આપતા આપતા અપશબ્દોનો વારસાદ શરૂ કર્યો તે સમયે ટ્રેનિંગમાં પોલીસ મહિલા અધિકારી અને કર્મચારી પણ હાજર હતા. ત્યારે એક PSIએ આ બાબતે નિવૃત IPS અધિકારીને કહ્યું હતુ કે, સર ટ્રેનિંગમાં મહિલાઓ હોવાથી મર્યાદા રાખો. ત્યારે નિવૃત IPS અધિકારીએ PSIને કહ્યું તો શું થઈ ગયું. આમ કહીને ફરીથી અપશબ્દોવાળા ઉદાહરણ આપવાનું શરૂ કરી દીધું હતુ.

આ સમગ્ર વાતને લઇને ટ્રેનિંગમાં હાજર મહિલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ નિવૃત IPS અધિકારીનો વિરોધ કર્યો ત્યારે એક ઉચ્ચ IPS અધિકારીએ વચ્ચે આવીને મહિલા પોલીસ કર્મચારીઓને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp