અમદાવાદઃ ડમ્પર સાથે બસ અથડાતા ગમખ્વાર અકસ્માત, 15થી વધુ ઘાયલ

PC: news18.com

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ગઈકાલે મોડી રાતે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 15થી વધારે મુસાફરી કરી રહેલા મુસાફરોને ઈજા થઈ હતી. જો કે આ બસ અમદાવાદથી વેરાવળ જતી હતી. જો કે ડ્રાઈવરની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હતો અને બસ છેક રોડ નીચેથી ઉતરીને દિવાલ પર ધડાકાભેર અથડાઈ હતી.

ડમ્પરની પાછળ બસ અથડાઈ રઈસ મીલના કોટ સાથે ધડાકાભેર અથડાતા કોટ તૂટી ગયો હતો અને 15 કરતા વધારે મુસાફરો ઘાયલ થયા હતા જો કે આસપાસના લોકોની મદદથી 100 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાંગોદર પોલીસે અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસની આગળનો આખો ભાગ ભયંકર રીતે તૂટી ગયો છે.

મળતી માહિતી અનુસાર, ખાનગી બસની સ્પીડ વધારે હતી જેના લીધે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે મેઈન હાઈવે પર સર્વિસ રોડ છે તેની પાસે આવેલી દિવાલ સાથે જોરથી અથડાઈ હતી જેના લીધે આખી દિવાલ તૂટી ગઈ હતી. જો કે બસના ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે. તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અમુક લોકોને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp