હવે એક દિવસમાં બે વખત ટ્રાફિક નિયમભંગ બદલ દંડ ભરવો પડશે

PC: youtube.com

રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે છે. જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ભંગ કરે છે. તેમની પાસેથી સ્થળ પર જ દંડની વસુલાત કરવામાં આવે છે. જો કે, અમદાવાદમાં વાહન ચાલક હેલમેટ નહીં પહેરીને કે, સીટ બેલ્ટ બાંધ્યા વગરનો રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જાય તો પણ તેને ઈ-મેમો મોકલવામાં આવતો નથી. આ ગુનાઓમાં વાહન ચાલકોને ઈ-મેમો નહીં મોકલવાનું મુખ્ય કારણ એ છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા નવી સીસ્ટમનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદ પોલીસ દ્વારા ફેસ રીડકશન સીસ્ટમથી વાહન ચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-મેમો મોકલવાની ટ્રાયલ ચાલી રહી છે. ફેસ રીડકશન સીસ્ટમ ઓટોમેટીક હેલમેટ વગર જતા કે, સીટ બેલ્ટ વગર જતા વાહન ચાલકોને કેપ્ચર કેશે અને તેનો ઈ-મેમો જનરેટ કરશે. હાલમાં ટ્રાફિક પીલીસ કેમેરાથી મેન્યુઅલી વાહન ચાલકના વાહનની નંબરપ્લેટને ઝૂમ કરીને તેનો ઈ-મેમો જનારેટ કરી રહી છે પરંતુ મેન્યુઅલી કામગીરીમાં ઘણા વાહન ચાલાકોની ફરિયાદ છે કે, તેમને શા માટે દંડ કરવામાં આવે છે કારણ કે, તેમની બાજુમાં રહેલા વ્યક્તિઓએ પણ હેલમેટ પહેર્યો નથી હોતો તો પણ તેમને ઈ-મેમો મોકલવામાં આવતો નથી. આ પ્રકારની ફરિયાદના નિરાકરણ માટે ફેસ રીડકશન સીસ્ટમનું ટ્રાયલ કરવામાં આવી રહ્યુ છે.

આ ફેસ રીડકશન સીસ્ટમની ખાસિયત એ છે કે, જેવો વાહન ચાલક નિયમનો ભંગ કરતા કેમેરામાં ઝડપાશે એવો તરજ વાહન ચાલકની તમામ ડીટેઈલ્સના આધારે તેનો ઈ-મેમો ઓટોમેટીક સીસ્ટમમાં જનરેટ થઇ જશે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે, જો વાહન ચાલકે આગળ કોઈ પણ જગ્યા પર ટ્રાફિક પોલીસને નિયમ ભંગ કર્યા બદલ દંડ ભર્યો હશે તો પણ તે દિવસે અન્ય જગ્યા પર વાહન ચાલક તે નિયમનું ભંગ કરતા કેમેરામાં પકડાશે, તો તેને બીજી વખત પણ દંડ કરવામાં આવશે પરંતુ એક દિવસમાં એક વાર ઈ-મેમો જનરેટ થયા પછી બીજી વાર ઈ-મેમો જનરેટ થશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp