વડોદરામાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો હોબાળો

PC: Youtube.com

સયાજીપુરા વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ સહિતની 8થી 10 સોસાયટીઓને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સરખું પાણી ન આપવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ સયાજીપુરા ખાતે આવેલી પાણીની ટાંકી પાસે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

સ્થાનિક લોકોએ પાણીની ટાંકી પાસે હોબાળો કરી પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે સરખું પાણી આપવા બાબતે વડોદરા મહાનગર પાલિકામાં વારંવાર રજૂઆતો કરીએ છીએ. ઘણી વખત અધિકારીઓને લેખિતમાં અરજીઓ આપીએ છીએ અને પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓની મુલાકાત કરીને અમારી સમસ્યા વિશે જણાવીએ છીએ, પરંતુ વડોદરા મહાનગર પાલિકા દ્વારા અમારી સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અમારી સમસ્યાના નિવારણ માટે અમારે હોબાળો કરવાની ફરજ પડી છે.

સ્થાનિકોએ મહાનગર પાલિકા પર આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમને મુખ્યમંત્રી આવાસના મકાનો આપવામાં આવ્યા ત્યારે મહાનગર પાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. પરંતુ વડોદરા મહાનગર પાલિકા દ્વારા અમને એક દિવસમાં બે કલાક પણ પાણી આપવામાં નથી આવતું. તેના કારણે અમે આ વિરોધ કરીએ છીએ. સ્થાનિકોના હોબાળાને લઈ વડોદરા મહાનગર પાલિકામાંથી એક અધિકારી સ્થાનિકોની મુલાકાત લેવા આવ્યા હતા પરંતુ અધિકારીએ લોકોને સરખો જવાબ નહીં આપતા લોકોએ સૂત્રોચ્ચાર કરીને પાણીની ટાંકીનો વાલ્વ બંધ કરી વડોદરા મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp