અમદાવાદમાં દેશ-વિદેશના હેકર્સ કેમ ભેગા થવાના છે?
સાઇબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે, લાખો લોકો સાઇબર ક્રાઇમના શિકાર બની રહ્યા છે. જુદી જુદી લિંક ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી લોકોના હજારા- લાખો રૂપિયા ગાયબ થઇ જાય છે. આવા તો અનેક ગુનાઓ બની રહ્યા છે.
સાઇબર માફિયાઓ સામેની લડતને મજબુત બનાવવા અને ગુજરાત પોલીસને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે અમદાવાદમાં પહેલીવાર દેશ-વિદેશના જાણીતી 200 જેટલા એથિકલ હેકર્સને આમંત્રણ અપાયું છે. આ હેકર્સ હેકિંગમાં સેટેલાઇટ અને A1 અંગે વિસ્તૃત માહિતી અને ડેમો આપશે.
અમદાવાદના બિસાઇડ્સ દ્વારા 12 અને 13 ઓક્ટોબરે એક ક્લબમાં આ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ટોચના સાઇબર સુરક્ષા નિષ્ણાતો પણ હાજરી આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp