ભાજપના નેતાએ પત્નીને માર માર્યો,ડંફાસ મારતો કે હર્ષ સંઘવી તો મારા ગજવામાં રહે છે

PC: zeenews.india.com

ભાજપના વડોદરાના નેતા અને સંબંધમાં પોતાના પતિ સામે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લાં ઘણા સમયથી પતિથી જુદી રહે છે. જ્યારે પોતાના બાળક સાથે સાસરિયમાં સાસુને મળવા ગઇ ત્યારે ત્યાં આવી ચઢેલા પતિએ પત્નીને વાળ ખેંચીને માર માર્યો હતો અને સાથે પોતાની માતા અને પત્નીની સાસુને પણ માર માર્યો હતો. આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને ભાજપના નેતાઓએ કેસ દબાવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ પત્ની માની નહોતી અને આખરે પતિ સામે કેસ નોંધાવી દીધો હતો.પત્નીએ સાથે એમ પણ કહ્યું હતું કે, પતિ મારી સામે હમેંશા પાવર બતાવવાની કોશિશ કરતો અને કહેતો કે હર્ષ સંઘવી તો મારા ગજવામાં રહે છે, મારું કશું કોઇ બગાડી શકે નહીં.

વડોદરાના માંજલપુરમાં રહેતા વોર્ડ નં-18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલની સામે પત્ની મિત્તલે ફરિયાદ નોંધાવી છે. પાર્થ પટેલને પોતાનું પૌરુષ્તવ બતાવવાનું ભારે પડી ગયું છે.

પાર્થ પટેલની પત્ની મિત્તલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમા કહ્યું છે કે, મારા અને પાર્થના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને અમને સંતાનમાં એક બાળક છે. લગ્નના કેટલાંક વર્ષો પછી અમારા વચ્ચે મનમેળ રહ્યો નહોતો અને પાર્થ મને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એટલે કંટાળીને હું મારા બાળક સાથે મારા માતા-પિતાને ઘરે રહેવા આવી ગઇ છું અને અમારો ગોધરા કોર્ટમાં છુટાછેડાનો કેસ પણ ચાલે છે.

મિત્તલે આગળ કહ્યું કે, મારા પતિ સાથે મને અણબનાવ છે, પરંતુ આજની તારીખે પણ મારા સાસુ સાથે મને સારું ફાવે છે. અમે અવારનાવર વાત પણ કરીએ છીએ. મારા સાસુએ મને કહ્યું કે તેમને પૌત્રને મળવાની ઇચ્છા છે. એટલે હું મારા બાળકને લઇને સાસરે ગઇ હતી. તે વખતે પાર્થ પટેલ ત્યાં આવી ગયો હતો અને તેના મમ્મી સાથે મારા મારી કરીને કહ્યું હતું કે, તે મિત્તલને અહી કેમ બોલાવી? પાર્થે મારી સાથે પણ મારા મારી કરી હતી અને ધમકી આપી હતી કે નિકળી જા નહી તો આજે તારી લાશ પાડી દઇશ.

જાણવા મળેલી વિગત મુજબ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પાર્થને બચાવવા માટે ભાજપિયા મેદાનમાં આવી ગયા હતા. કોર્પોરેશનના દંડકે મિત્તલને ફરિયાદ નહીં નોંધાવવા વિનંતી કરી હતી, પરંતુ મિત્તલ માની નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp