શું BJPના એક જમાનાના બાહુબલી નેતા કોંગ્રેસમા જોડાશે?ગોહિલ સાથે મુલાકાત બાદ ચર્ચા

PC: divyabhaskar.co.in

ભાજપના એક જમાનામા બાહુબલી નેતા તરીકે જાણીતા નેતાએ તાજેતરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આ મુલાકાત પછી એવી ચર્ચા શરૂ થઇ છે કે આ દિગ્ગજ નેતા કોંગ્રેસ સાથે હાથ મેળવી શકે છે. જો કે આ નેતાના કોંગ્રેસ જવાથી ભાજપને કોઇ મોટો ફરક પડશે નહીં એવું રાજકારણના જાણકારો માની રહ્યા છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જેમની દબંગ નેતા તરીકેની ઇમેજ છે એવા વડોદરા વાઘોડિયાના નેતા કે જેમને ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકીટ કાપી નાંખતા નારાજ થઇને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અને હારી જનાર મધુ શ્રીવાસ્તવે શુક્રવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવનની ઓફિસમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. જેને કારણે એવી ચર્ચા શરૂ થઇ હતી કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જઇ શકે છે.

તમે અત્યાર સુધી એવું જ સાંભળ્યું હશે કે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં આવી ગયા હોય, પરંતુ આ વખતે ઉલ્ટી ગંગા વહશે એવું લાગી રહ્યું છે.

મધુ શ્રીવાસ્તવે આ મુલાકાત બાબતે કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે આ એક માત્ર શુભેચ્છા મુલાકાત હતી.

મધુ શ્રી વાસ્તવ જ્યા સુધી ભાજપમાં હતા ત્યા સુધી 6 વખત વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા. પરંતુ મધુ શ્રી વાસ્તવ પોતાની મનમાની કરતા રહેતા અને પાર્ટી સાથે પણ દંબગગીરી બતાવતા હતા.

ભાજપે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાંખીને તેમની ચરબી ઉતારી નાંખી હતી. ભાજપે સાબિત કરી દીધું હતું કે વ્યકિત મહાન નથી પાર્ટી મહાન છે. મધુ શ્રીવાસ્તવે ટિકીટ નહીં મળવાને કારણે ભાજપ સામે બળવો કર્યો હતો અને પોતે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. મોંઘી દાટ કાર અને પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા મધુ શ્રી વાસ્તવ કોંગ્રેસમાં જાય તો પણ ભાજપને કોઇ ફરક પડે તેમ નથી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતના કેટલાંક અન્ય નેતાઓ પણ નારાજ થયા હતા. ખાસ કરીને દિનુભાઇ પટેલ જેમને લોકો દિનુ મામા તરીકે ઓળખે છે. પરંતુ ભાજપે દિનુ મામાને મનાવી લીધા હતા, પરંતુ મધુ શ્રીવાસ્તવને કોઇ ભાવ આપ્યો નહોતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp