દોરી પર સુકવેલા અંડર ગારમેન્ટ્સ 8 મહિનાથી ચોરી જતો હતો, મહિલાએ આ રીતે પકડ્યો

PC: zeenews.india.com

ગુજરાતમાંથી એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે. એક મહિલા દરરોજ પોતાના કપડાં દોરી પર સુકવવા માટે નાંખતી હતી, તો તેમાંથી તેણીના અંડરગારમેન્ટસની દરરોજ ચોરી થઇ જતી હતી. આવું 8 મહિના સુધી ચાલ્યું. આખરે મહિલાએ એવી યુક્તિ અજમાવી જેને કારણે આંતર વસ્ત્રો ચોરનારો પકડાયો તો ખરો, પરંતુ  મહિલા અને આરોપી બંને પક્ષે મારામારી થઇ અને બંનેનો કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો.

અમદાવાદના ધંધૂકા તહસીલના પચ્છમમા ગામમાં રહેતી એક 30 વર્ષના મહિલા જ્યારે તેના વસ્ત્રો દોરી પર સુકવવા માટે નાંખતી હતી ત્યારે દરરોજ તેના આંતર વ્સ્ત્રોની ચોરી થઇ જતી હતી અને છેલ્લાં 8 મહિનાથી દરરોજ આવું બનતું હતું. મહિલાને એક વ્યકિત પર શંકા હતા, પરંતુ પુરાવા વગર આક્ષેપ કરવો યોગ્ય ન લાગ્યો.

આખરે મહિલાએ નક્કી કર્યુ કે આ અંડરગારમેન્ટસ ચોરને પકડવો જ છે. મહિલા જ્યાં દોરી પર કપડાં સુકવતી હતી ત્યાં  cctv ફીટ કરી દીધા હતા, જેથી ચોરને રંગે હાથ પકડી શકાય. એ પછી જ્યારે CCTV ફુટેજ સામે આવ્યા તો મહિલાને જે વ્યકિત પર શંકા હતી તે જ પડોશી અંડરગારમેન્ટ ચોરી કરતો દેખાયો.

એ પછી મહિલાએ નજર રાખવાની શરૂ કરી અને પ઼ડોશી જેવો અંડરગારમેન્ટસ ચોરવા માટે આવ્યો કે તરત મહિલાએ તેને પકડી લીધો હતો. પણ પડોશી આરોપીએ મહિલા પર હુમલો કરી દીધો હતો અને મહિલા સાથે મારપીટ શરૂ કરી હતી. મહિલાએ બુમાબમ કરી દેતા તેણીના પરિવારજનો દંડા અને લોખંડના પાઇપ લઇને આવી ગયા હતા, બીજી તરફ આરોપીના પરિવારજનો પણ આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે જબરદસ્ત મારામારી થઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને બંને જૂથના 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની તપાસ કરી રહેલા પી આઇ પી એન જિંજૂએ કહ્યું કે બંને પક્ષોની લડાઇમાં 8થી 10 લોકો ઘાયલ થયા છે અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે મહિલાના સંબંધીઓ સામે હંગામો મચાવવા અને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધ્યો છે. જ્યારે બીજી FIR આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે.

આવા ઘણા વાસનાલોલૂપ લોકો આવા ધંધા કરતા રહે છે, પરંતુ બદનામીની બીકે મહિલાઓ કેસ કરવા માટે સામે આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp