આઇસોલેશન વોર્ડમાં નાચવા લાગ્યું 3 વર્ષનું બાળક, વીડિયો વાયરલ

PC: twitter.com

કોરોના વાયરસના સંક્રમણ સામે આખુ વિશ્વ ઝઝૂમી રહ્યું છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 81 હજારથી વધુ કેસો સામે આવી ચુક્યા છે અને 2600થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આખી દુનિયામાં આ વાયરસે 3 લાખથી વધુ લોકોના જીવ લીધા છે અને દર્દીઓનો આંકડો 44 લાખને પાર થઈ ગયો છે. કોરોના સંક્રમિત દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે. પંજાબના આવા જ એક આઈસોલેશન વૉર્ડમાંથી બાળકના નાચવાનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પંજાબના નવાંશહર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલના COVID-19 આઈસોલેશન વોર્ડમાં પંજાબી ગીત પર 3 વર્ષનું બાળક અચાનક ડાન્સ કરવા લાગ્યું. આ બાળકનો ડાન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રના નાંદેડથી ગુરુદ્વારા હજૂર સાહેબથી આવેલા બાળકની 35 વર્ષીય માતા અને તે 30 એપ્રિલથી અહીં એડમિટ છે. સોશિયલ મીડિયા પર બાળકનો વીડિયો વાયરલ થઈ ગયો છે. તેમાં બાળક પંજાબી ગીત પર નાચતો નજરે પડે છે. વોર્ડના કેટલાક દર્દીઓ તાળી વગાડતા હોય તેવો પણ અવાજ આવી રહ્યો છે. નવાંશહરના વરિષ્ઠ ચિકિત્સા અધિકારી હરવિંદર સિંહે જણાવ્યું કે, અમે આઈસોલેશન વોર્ડમાં મ્યુઝિક સિસ્ટમ લગાવ્યું છે અને તેના પર ગીત વાગતા જ બાળકે નાચવાનું શરૂ કરી દીધું હતું.

હરવિંદર સિંહે જણાવ્યું કે, આઈસોલેશન વોર્ડના કેટલાક અન્ય દર્દીઓ પણ ભાંગડા કરે છે. અહીં ભજન પણ વગાડવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, બાળક અને તેની માતાની હાલત સ્થિર છે. ગુરુવારે તેમના સેમ્પલો બીજીવાર તપાસવા માટે મોકલવામાં આવ્યા છે. નવાંશહરમાં કુલ 68 દર્દીઓ એડમિટ છે, જેમાંથી 65 નાંદેડથી પરત ફર્યા હતા.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp