કોરોનાની વેક્સીનને બદલે કૂતરાનું ઇંજેક્શન મુકી દીધું, એક મહિલા ગંભીર

PC: bhaskar.com

દુનિયામાં સૌથી મોટું રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, પણ કેટલીક જગ્યાએ ગંભીર બેદરકારીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક લોલમલોલ ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે, જયાં 3 મહિલાઓને કોરોનાની વેકસીનને બદલે કુતરાના કરડવા પછી સાવચેતી માટે જે ઇંજેકશન લેવામાં આવે છે તે  એંટી રેબીઝ ઇંજેકશન મુકી દેવામાં આવ્યું હતું. આમ તો કદાચ આ વાત બહાર આવતે જ નહીં, પરંતું 3માંથી એક મહિલાની હાલત ગંભીર થઇ જતા આ બેદરકારી સામે આવી.

ઉત્તર પ્રદેશના શામલીમાં કોરોના વેકસીનેશન દરમ્યાન ગંભીર લાપરવાહી સામે આવી છે. શામલીની 3 મહિલાને કોરોનાની રસીને બદલે એંટી રેબીઝ ઇંજેકશન આપી દેવામાં આવ્યું હતું. જેમાં 70 વર્ષની મહિલાની તબિયત ખરાબ થઇ જતા મામલો બહાર આવ્યો હતો. ત્રણેય મહિલાની ઉંમર 60 કરતા વધારે છે.

ઘટના શામલીના કાંઘલા આરોગ્ય કેન્દ્રની છે, જયાં ગુરુવારે કાંઘલામાં રહેતા 70 વર્ષના સરોજબેન, 72 વર્ષના અનારકલી અને 60 વર્ષના સત્યવતીબેન કોરોના વાયરસનો પહેલો ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. આ મહિલાઓએ કહ્યું હતુ કે આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ 10-10 રૂપિયાની સીંરિઝ મંગાવી અને અમને લગાવી દીધી. એ પછી અમે ઘરે આવી ગયા હતા.

ઘરે પહોંચ્યા પછી સરોજબેનની તબિયત બગડી હતી. તેમને ચકકર આવવાના શરૂ થયા હતા અને ગભરાટ વધી ગઇ હતી. પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોકટરે તપાસ કરી તો ખબર પડી કે એમને તો એંટી રેબીઝનું ઇંજેકશન મુકી દેવામાં આવ્યું છે. લાપરવાહીની જાણ થતા સરોજબેનના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો અને મેડીકલ ઓફીસર સંજય અગ્રવાલને ફરિયાદ કરી હતી.

જિલ્લા અધિકારી જસજીત કૌરે જણાવ્યું કે ઘટનાની અમને જાણ થઇ છે અને તપાસ માટે કૈરાના આરોગ્ય કેન્દ્રના પ્રભારી અને  ACMOની ટીમ બનાવીને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તપાસમાં કર્મચારી દોષી જણાશે તો સખત કાર્યવાહી કરવામા આવશે તેમ જિલ્લા અધિકારીએ કહ્યું હતું.

ખરેખર આવી ઘટનાઓ ચોંકાવનારી છે, કારણ કે એક કર્મચારીની બેદરકારીને કારણે નિર્દોષ લોકોને મુશ્કેલીનો સામાનો તો કરવો પડે છે પણ એની સાથે જયારે દેશમાં આટલું મોટું વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે તેની ઇમેજ પર પણ ગંભીર અસર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp