AC દ્વારા ફેલાઈ શકે છે કોરોના વાયરસ, હાર્વર્ડ વૈજ્ઞાનિકે આપી ચેતવણી

PC: dnaindia.com

ઝડપથી ફેલાતા કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે હાર્વર્ડના એક પ્રોફેસરે ACના ઉપયોગને લઈને એક ચેતવણી જાહેર કરી છે. પ્રોફેસરનું કહેવું છે કે, AC કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવામાં એક મહત્ત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે. આ અગાઉ ઘણા વિશેષજ્ઞોએ કહ્યું હતું કે, AC પોતે સંક્રમણનું કારણ ના બની શકે, જોકે નાની જગ્યાઓમાં ચાલી રહેલા ACમાં વધુ લોકોના બેસવાને કારણે વાયરસ ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ જરૂર બને છે. The Harvard Gazetteના એક રિપોર્ટમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિન પ્રોફેસર એડવર્ડ નોર્ડેલના હવાલાથી જણાવ્યું, અમેરિકાના એ રાજ્યોમાં જ્યાં જૂન મહિનામાં તાપમાન વધુ હતું અને ACનો ઉપયોગ વધુ થઈ રહ્યો હતો, ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાયું.

એડવર્ડ નાર્ડેલનું કહેવું છે કે, સામાન્યરીતે શિયાળાની ઋતુમાં પણ એ જોવા મળે છે કે, ઠંડી હવાઓથી બચવા અને પોતાને ગરમ રાખવા માટે લોકો ઘરોમાં પુરાઈ રહે છે. બંધ રૂમ અને બારીઓની વચ્ચે AC ચાલવાને કારણે લોકો રૂમમાં એ જ હવાને વારંવાર શ્વાસમાં લે છે અને છોડે છે, જેને કારણે હવા દ્વારા સંક્રમણ ફેલાવા માંડે છે. નાર્ડેલે કહ્યું, ગરમીની ઋતુમાં લોકો ઘરોની અંદર રહે છે, જેને કારણે વારંવાર એક જ હવામાં અને એકબીજા દ્વારા છોડવામાં આવેલા શ્વાસ લેવા માંડે છે. તેને કારણે ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.

નાર્ડેલે કહ્યું કે, વાયરસ ફેલાવા માટે મોટાભાગે એ ડ્રોપલેટ્સને જવાબદાર માનવામાં આવે છે, જે કોઈ સંક્રમિત વ્યક્તિના શ્વાસ, વાતચીત અથવા છીંકમાંથી નીકળે છે, પરંતુ એ વાતના પણ પુરાવા છે કે, એરબોર્ન ટ્રાન્સમિશન દ્વારા પણ સંક્રમણ ફેલાઈ શકે છે. ડ્રોપલેટ્સમાં રહેલા કોરોના વાયરસ કોઈપણ સપાટી પર ફેલાતા પહેલા થોડી વાર માટે હવામાં જ રહે છે, જેને કારણે સંક્રમણ ફેલાઈ શકે છે.

2003માં SARSના પ્રકોપ બાદ કરવામાં આવેલા સ્ટડીઝ પરથી જાણવા મળે છે કે, થોડાં સંક્રમણ ઊંચી ઈમારતોને કારણે ફેલાયા કારણ કે આ ઈમારતોના એરશૈફ્ટથી દૂષિત હવાઓ અલગ-અલગ અપાર્ટમેન્ટમાં ઘૂસી ગઈ. જણાવી દઈએ કે, કોવિડ-19 પણ આ વાયરસનું એક રૂપ છે. એપ્રિલ મહિનામાં અબૂ ધાબીમાં ક્લીવલેન્ડ ક્લિનિકના સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડૉક્ટર મહર બાલ્કિસે જણાવ્યું કે, ACના એક કરેંટ્સના કારણે પણ વાયરસનો પ્રભાવ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp