મહાબળેશ્વરમાં ફરતા દેખાયા અનિલ અંબાણી, વીડિયો વાયરલ થતા ગોલ્ફ કોર્સ કરાયું બંધ

PC: livehindustan.com

જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણી ટુરિસ્ટ પ્લેસ મહાબલેશ્વરમાં લોકડાઉન દરમિયાન ફરતા જોવા મળ્યા હતા, આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના પછી નગર પ્રશાસને ગોલ્ફ કોર્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, અંબાણી લોકડાઉન દરમિયાન ફરતા જોવા મળ્યા હતા જેના પછી આ આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવી સ્થિતિમાં હરવા-ફરવાની મનાઈ છે. અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી અને બાળકો સાથે જાણીતી જગ્યા મહાબલેશ્વર પહોંચી ગયા હતા.

મહાબલેશ્વર પરિષદના પ્રમુખ અધિકારી પલ્લવી પાટીલે ચેતાવણી આપી છે કે, જો ગોલ્ફ કોર્સ હાલની પાબંદીઓ દરમિયાન લોકોને સવારે અથવા સાંજે ચાલવા આવવા માટે રોકી શકતી નથી તો ઈમરજન્સી પ્રબંધન અધિનિયમ અને મહામારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પાટીલે કહ્યું છે કે, મેદાનમાં કેટલાક પરિવારના સભ્યોની સાથે અનિલ અંબાણીનો ચાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે. વીડિયોના વેરિફિકેશન બાદ અમે ગ્રાઉન્ડના માલિકને નોટીસ મોકલી આપી છે અને સવારે અથવા સાંજે લોકોને ચાલવા આવવાની ના પાડી દેવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે, નોટીસ જાહેર કર્યા પછી આ મેદાનને બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બ્રિટિશ કાળનું આ ગોલ્ફ કોર્સ સદાબહાર વનની વચ્ચે આવેલું છે. જોકે એક અધિકારીએ કહ્યું છે કે, અંબાણી હાલની લોકડાઉન જેવી સ્થિતિ આવતા પહેલા મહાબલેશ્વર આવી ગયા હતા અને અહીં એક બંગલામાં પોતાના પરિવાર સાથે રહેતા જોવા મળ્યા છે. હાલના કોરોનાની બીજી લહેરમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની જોવા મળી રહી છે, જ્યાં રોજના 65 હજારની આસપાસ નવા કેસો નોંધાઈ રહ્યા છે અને 1500-2000ની આસપાસ રોજ કોરોનાને કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.

અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે મહાબલેશ્વરમાં રહી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર મુંબઈનું એન્ટીલિયા છોડીને જામનગરમાં આવેલી તેમની રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીની ટાઉનશીપમાં રહેવા આવી ગયા છે. આજે કોરોનાને કારણે દેશમાં ઓક્સિજનની અછત સર્જાતા રિલાયન્સે મદદ માટે પોતાના તમામ દરવાજા ખોલી દીધા છે અને તે રોજના લાખો ટનમાં ઓક્સિજનને દેશમાં અલગ-અલગ જગ્યાએ પહોંચાડી રહ્યા છે. આ સિવાય જામનગરમાં તે 900 બેડની હોસ્પિટલ પણ બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp