ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, છતા તેને મહામારીની કેટેગરીમાંથી હટાવવાની જાહેરાત

PC: livemint.com

ચીનમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, અને ત્યાં આવુ ક્યારેય નથી જોવા મળ્યું. ત્યાં મહામારી આઉટ ઓફ કંટ્રોલ થઈ ચુકી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ માન્યું હતું કે, કોરોના હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. જોકે, આ બધા છતા ચીનમાં કોરોનાને લઈને આંકડા નથી આપી રહ્યા. પરંતુ, WHOના રિપોર્ટે તેની પોલ ખોલી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વીકલી રિપોર્ટ અનુસાર, ચીનમાં એક અઠવાડિયામાં કોરોનાના નવા મામલામાં આશરે 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ જણાવે છે કે, 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખ કરતા વધુ નવા મામલા સામે આવ્યા છે. જ્યારે, તેનાથી 12થી 18 ડિસેમ્બરની વચ્ચે 1.47 લાખ નવા મામલા સામે આવ્યા હતા. આ પ્રમાણે ચીનમાં કોરોનાના નવા મામલા 48 ટકા કરતા વધુ વધી ગયા છે.

એટલું જ નહીં, ચીન કોરોનાથી થતા મોતના જે આંકડા આપી રહ્યું છે તે પણ ખૂબ જ ઓછાં છે. WHOનો રિપોર્ટ દર્શાવે છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે ચીનમાં કોરોનાથી 648 મોત થયા છે. આ બધા ઉપરાંત, ચીનમાં હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ 48 ટકા વધી ગઈ છે. ગત અઠવાડિયે ચીનની હોસ્પિટલોમાં સાડા 22 હજાર નવા દર્દી દાખલ થયા છે. નવા વર્ષ પર રાષ્ટ્રના નામે સંબોધનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માન્યું હતું કે, કોરોના મોટો પડકાર બની રહ્યો છે. જિનપિંગે કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં અમે નવા ફેઝમાં આવી ચુક્યા છીએ અને તે હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે.

જોકે, આ દરમિયાન પણ તેમણે પોતાની કોવિડ પોલિસીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોવિડની શરૂઆતથી જ અમે અમારા લોકો અને તેમના જીવનને સૌથી ઉપર રાખ્યા છે. વિજ્ઞાન પર આધારિત નીતિ અપનાવીને અને લોકોના જીવનને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લીધા. ચીનમાં જ્યાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેમ છતા ત્યાંથી બધી પાબંધીઓ હટવાની છે. ચીનમાં 8 જાન્યુઆરીથી આંરરાષ્ટ્રીય યાત્રિઓ માટે ક્વોરન્ટાઈન રહેવુ જરૂરી નહીં હશે. આ પહેલા ત્રણ વર્ષ સુધી ચીનમાં આવનારા યાત્રિઓનું બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રહેવુ જરૂરી હતું.

ચીને કોવિડ-19ને 2020થી ખતરનાક સંક્રામક બીમારીની A કેટેગરીમાં રાખ્યો હતો. તેને બ્યૂબોનિક પ્લેગ જેવો માનવામાં આવ્યો હતો. પરંતુ, હવે કોવિડ-19ને B કેટેગરીમાં મુકવામાં આવશે. એટલે કે, ચીનમાં હવે કોવિડ-19 ખતરનાક સંક્રામક બીમારી નહીં રહેશે. તેની પાછળ ચીનનો તર્ક છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ વધુ ખતરનાક નથી. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવુ છે કે, ઓમિક્રોન, ડેલ્ટાની જેમ જીવલેણ અને ખતરનાક નથી. એટલું જ નહીં, ચીન હવે કોરોનાના મામલાનો રેકોર્ડ પણ નહીં રાખશે.

ચીનના મહામારી વિશેષજ્ઞ વૂ જુન્યોએ ગત મહિને દાવો કર્યો હતો કે, ચીનમાં ત્રણ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે. તેમણે દાવો કર્યો કે, ચીન હાલ પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પીક મિડ જાન્યુઆરીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, 21 જાન્યુઆરીથી ચીનનું લૂનાર ન્યૂ યર શરૂ થઈ રહ્યું છે અને આ કારણે લોકો ટ્રાવેલ કરશે, જેના કારણે બીજી લહેર શરૂ થશે. આ દરમિયાન લાખો લોકો ટ્રાવેલ કરે છે. આથી, જાન્યુઆરીના અંતથી બીજી લહેર શરૂ થઈ શકે છે જે મિડ-ફેબ્રુઆરી સુધી ચાલશે.

જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી શરૂ થવાનો સંકેત છે. વૂ જુન્યોનું કહેવુ છે કે, હોલિડી બાદ લોકો ફરી ટ્રાવેલ કરશે અને આ કારણે ત્રીજી લહેર આવી શકે છે. ત્રીજી લહેર ફેબ્રુઆરીથી મિડ-માર્ચ સુધી ચાલી શકે છે. હાલમાં અમેરિકાના એક રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, 2023માં ચીનમાં કોરોના વિસ્ફોટ થઈ શકે છે અને આવતા વર્ષે 10 લાખ કરતા વધુ લોકોના મોત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp