સંક્રમણ વધતા ગુજરાતના આ ગામે આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો

PC: fbcdn.net

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસનો આંકડો 25 હજારને પાર થઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં સંક્રમિત કેસની સંખ્યા 7 હજારને પણ પાર થઈ ગઈ છે. દિવસે દિવસે રાજકોટમાં તથા આસપાસના જિલ્લાઓમાં સ્થિતિ વકરી રહી છે. સંક્રમણ વધતા હવે ગ્રામ્ય વિસ્તારના લોકો સતર્ક બન્યા છે. મોરબીમાં સંક્રમણ ન વધે એ માટે ગ્રામ્ય વિસ્તારના લોકોએ એક મોટો નિર્ણય કર્યો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પાસે આવેલા હળવદના ટીકર બાદ મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ડાયમંડનગર ગામ ખાતે દસ દિવસ આંશિક લોકડાઉન રહેશે. પાન-ગલ્લાની દુકાનો સવારના 7થી 9 અને બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે. કરિયાણાની દુકાન પણ સવારે 7થી 10 વાગ્યા અને સાંજે 4થી 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ગામમાં ચાર વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી બાદ હવે મોરબી જિલ્લાના ગામમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. અગાઉ શરૂઆતમાં ભાવનગર કોરોના કેસમાં સૌથી આગળ હતું. હવે રાજકોટ સૌથી આગળ છે. ત્યાર બાદ બીજો ક્રમ જામનગરનો આવે છે. જ્યાં રોજના 150 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ત્રણ ત્રણ લોકડાઉન સુધી અડીખમ રહેલા અમરેલીમાં પણ 1600થી વધારે કેસ નોંધાયા છે.

કોરોના વાયરસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવે તો એક પણ જિલ્લો બાકી રહ્યો નથી. મોરબી જિલ્લામાં 1300થી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે એક દિવસમાં 100થી વધારે કેસ નોંધાતા આરોગ્ય ક્ષેત્રે દોડધામ મચી ગઈ છે. હાઈકોર્ટે રાજકોટ કોર્પોરેશન તથા રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું છે કે, સમગ્ર સ્થિતિ બેકાબુ બની રહી છે. સંક્રમણને કાબુમાં કરવા માટે યોગ્ય હોય એ તમામ પગલાં લો.

જોકે, હાઈકોર્ટના આદેશ બાદ વીજગતિએ સક્રિય થયેલા રાજકોટ કોર્પોરેશનમાં અનેક ટીમ દ્વારા ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના કેસને કાબુમાં લેવા માટે જે મોડલ અમદાવાદમાં અપનાવવામાં આવ્યું હતું. એ પગલાંનું અમલીકરણ વડોદારા, જામનગર તથા રાજકોટ જિલ્લામાં પણ ભરી શકાય છે. રાજકોટમાં ગુરૂવાર સુધીના કુલ 7052, જામનગરના 4475, જૂનાગઢ 2264, અમરેલી 1698 અને મોરબીના 1354 કેસ નોંધાયેલા છે. વધતા જતા સંક્રમણને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા આરોગ્ય વિભાગની ટીમ રાજકોટ દોડી આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp