ગુજરાતમાં RT-PCR નેગેટિવ આવ્યા પછી પણ કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા

PC: indiatoday.com

કોરોના સંક્રમણ કેસો દેશમાં સતત વધી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં અમુક ચોંકાવનારા કેસો સતત સામે આવી રહ્યા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ અને પછી RT-PCR ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી પણ કોરોના પોઝિટિવ હોવાની સંભાવના રહે છે. તમને જણાવી દઇએ કે ટેસ્ટની આ રીતને સારી માનવામાં આવે છે. ગુજરાત ભરના ડૉક્ટરોની સામે એવા ઘણાં કેસો સામે આવ્યા છે, જેમાં દર્દીની RT-PCR ટેસ્ટ નેગેટિવ આવી હોય છે, પણ HRCT(હાઈ રેઝોલ્યૂશન સીટી)માં ફેફસાંમાં સંક્રમણ સામે આવ્યું છે.

સમસ્યા એટલી વિકટ બની ગઇ છે કે વડોદરા નગર પાલિકાએ એક નોટિફિકેશન બહાર પાડતા કહ્યું છે કે, એ જરૂરી નથી કે કોરોનાનો મોજૂદ સ્ટ્રેન RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે. માટે વીમા કંપનીઓ અને ત્રીજા પત્રના TPAએ તેને કોવિડ પોઝિટિવ માનવા જોઇએ. મહામારી વિજ્ઞાન રોગ અધિનિયમ હેઠળ બહાર પાડેલ VMCના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એવા કેસોમાં જ્યાં RT-PCR ટેસ્ટ નેગેટિવ છે, પણ HRCT અને લેબ ટેસ્ટમાં વાયરસની પુષ્ટિ થાય છે તો તેને કોરોનાના રૂપમાં માનવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, વડોદરાની એક ખાનગી હોસ્પિટલના સંગઠન સેતુના અધ્યક્ષ ડૉ. કૃતેશ શાહે કહ્યું કે, મેં એવા ઘણાં રોગી જોયા છે જેમની RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે છે, પણ તેમના રેડિયોલોજિકલ પરીક્ષણથી જાણ થાય છે કે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. CT સ્કેનમાં એક દર્દીનો સ્કોર 25માંથી 10 છે. તેનો અર્થ થાય છે કે તેના ફેફસા પહેલાથી જ પ્રભાવિત રહ્યા છે.

સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉ હિતેન કારેલિયાએ કહ્યુ કે, તેમણે કોરોના શંકાસ્પદોના RT-PCR ટેસ્ટની સાથે સાથે HRCT ટેસ્ટ કરાવવા માટે કહેવાનું શરૂ કરી દીધું છે. અમે એવા ઘણાં મામલાઓને જોઇ રહ્યા છીએ, જેમાં દર્દીને કોઇ લક્ષણ નથી, તેમને માત્ર હળવો તાવ અને અશક્તિ છે. પણ સંક્રમણ ઝડપથી ફેફસા સુધી ફેલાઇ રહે છે.

નંદ હોસ્પિટલના એમડી ડૉ. નીરજ ચાવડાએ કહ્યું, RT-PCRની સંવેદનશીલતા 70 ટકા છે, જેનો અર્થ છે કે ખોટી નેગેટિવ રિપોર્ટની સંભાવના 30 ટકા છે. પણ જો સીટી સ્કેનમાં પુરાવા છે, તો એ કોરોનાનો મામલો બને છે. આવા મામલામાં અમે વારે વારે ટેસ્ટ માટે જઇએ છીએ.

રાજકોટમાં પણ આવો જ એક મામલો જોવા મળ્યો છે. ડૉ. જયેશ ડોબરિયાએ કહ્યું કે, એવાં ઘણાં કેસો છે જેમાં દર્દી કોરોના નેગેટિવ છે, પણ સીટી સ્કેનથી ન્યૂમોનિયા વિશે જાણ થાય છે. આ સેમ્પલિંગ પ્રક્રિયા અને RT-PCR ટેસ્ટની સીમાઓને કારણે થઇ શકે છે, જેની સટીકતા લગભગ 70 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp