ભાવનગરમાં નિયમ ભંગ કરી સરકારી શાળામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બોલાવાયા

PC: youtube.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલ નહીંવત કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસ ઓછા થયા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે નવા કેસ પણ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. તેથી ધોરણ 6થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને તેમના ઘરે જ ઓનલાઇનના માધ્યમથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

તો રાજ્ય સરકાર દ્વારા પણ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેવામાં ભાવનગરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ધોરણ 1થી 5ના બાળકોને ભણવા માટે બોલાવવામાં આવ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે હજુ વિચારણા કરવામાં આવી રહી છે.

નિષ્ણાતો એ એવું પણ જણાવ્યું છે કે, ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની વધુ શકયતા છે. એટલા માટે હજુ સુધી 1થી 5ના ધોરણના વર્ગો શરૂ કરવાનો સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. તેવામાં ભાવનગરના હાદાનગર વિસ્તારની સરકારી શાળા નંબર 62માં શિક્ષકોએ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બોલાવ્યા તે કેટલું યોગ્ય કહેવાય. ત્યારે જવાબદાર લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં તે પણ આગામી દિવસોમાં જોવાનું રહ્યું. સરકારી શાળાના શિક્ષકો દ્વારા જ નિયમોનો ભંગ કરીને 1થી 5 ધોરણના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળામાં જે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા તેમાંથી એક પણ વિદ્યાર્થીએ મોઢા પર માસ્ક પહેર્યુ નહતું. આ ઉપરાંત સામાજિક અંતરનો ભંગ પણ થયો હતો. જો શાળામાં આવેલા વિદ્યાર્થીમાંથી કોઈ એક કોરોના સંક્રમિત થાય તો આ બાબતે જવાબદારી કોની તે મોટો સવાલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે. સુરતમાં એક ટ્યુશન ક્લાસમાં 5 દિવસમાં 7 બાળકો સંક્રમિત થતાં તે ટ્યુશન ક્લાસને 14 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp