પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું ઘર ક્વોરેન્ટાઇન, રાજકોટમાં 4, વેરાવળમાં 1 શંકાસ્પદ

PC: dainikbhaskar.com

તા.25મી માર્ચ સુધી રાજકોટ શહેર તથા જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઘોરાજી, ગોંડલ અને જસદણ પંથકમાં મેડિકલ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સિવાય કંઈ પણ ખુલ્લું ન રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુકના બે દીકરા સ્વિત્ઝરલેન્ડથી ફરીને પરત આવ્યા હતા. આ બંને પુત્રને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ગોંડલમાં આવેલા એમના ઘરની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ગોંડલમાં આવેલા એમના ઘરની બહાર ક્વોરેન્ટાઇન પોસ્ટર લગાવ્યું છે.

આ ઉપરાંત તેની સાથે રહેલા અને સંપર્કમાં આવેલા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. એ તમામ લોકોની પણ તબિબોએ તપાસ કરી હતી. બીજી તરફ વેરાવળમાંથી પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ 28 વર્ષનો યુવાન વિદેશથી પરત આવ્યો હતો. આ યુવકને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના લોહીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાંથી બીજા ચાર કેસ સામે આવ્યા છે. આ ચારેય લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ચારેય દર્દીઓના રિપોર્ટ જામનગર લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં ટેસ્ટિંગ થયા બાદ પોઝિટિવ છે કે નહીં તે સામે આવશે.

સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરમાં જતા કુલ 676 પ્રવાસીઓને તથા એમના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરાયા છે. જ્યારે રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને વિદેશથી આવેલા લોકોના ઘરની બહાર પર પણ આરોગ્ય વિભાગે સ્ટિકર લગાવ્યા છે. જેમાં દર્દીના નામનો ઉલ્લેખ છે અને એ ઘરની કોઈને મુલાકાત ન લેવા માટે અપીલ કરી છે. આ બોર્ડમાં દર્દીનું નામ, સરનામું અન્ય માહિતી આપવામાં આવી છે. સાંજ સુધીમાં જામનગરથી રિપોર્ટ આવ્યા બાદ કેસનું સ્પષ્ટ સ્ટેટસ જાણવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp