26th January selfie contest

ટેસ્ટિંગ પર ICMRના નવા નિયમ, પહેલી અને બીજી ગાઈડલાઈનમાં શું છે ફરક?

PC: dnaindia.com

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં તબાહી મચાવીને મુકી દીધી છે. દરરોજ 3.50 લાખની આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે કોરોનાની આ નવી લહેરમાં ગ્રામિણ વિસ્તારો, યુવાનો અને નાના બાળકોમાં વાયરસનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે(ICMR) કોરોના ટેસ્ટિંગને લઈને નવી જાણકારી જાહેર કરી છે. તેના પ્રમાણે, જો કોઈ વ્યક્તિનો RT-PCR ટેસ્ટ થઈ ગયો છે, તો તેણે બીજી વખત આ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. ICMRએ તેની પાછળ ઘણા તર્ક ગણાવ્યા છે. જોકે હવે સવાલ એ પણ ઉઠે છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી અને જૂની ગાઈડલાઈનમાં શું ફરક છે. કેવી રીતે ખબર પડશે કે તે પોતે કોરોના નેગેટિવ છે અને ટેસ્ટિંગના કેસો પર તેની શું અસર પડશે. તેવામાં ICMRની કોરોના ટેસ્ટિંગને લઈને જે નવી અને જૂની ગાઈડલાઈન્સ પર એક નજર નાખી દઈએ.

ટેસ્ટિંગને લઈને ICMRની નવી ગાઈડલાઈન્સ(4/5/21)

ICMRનું કહેવું છે કે ભારત આ સમયે કોરોના સંકટની નવી લહેરનો સામનો કરી રહ્યો છે, દેશમાં પોઝિટિવીટી રેટ આશરે 20 ટકા છે, તેવામાં સતત ચિંતાઓ વધી રહી છે. દેશમાં કુલ 2506 લેબ છે. જે અલગ અલગ ટેસ્ટ કરી રહી છે. અત્યારે દેશમાં રોજના 15 લાખની આસપાસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વધતા કેસોની સાથે જ લેબ પર પણ દબાવ વધી રહ્યો છે. જેને લઈને ટેસ્ટિંગના કેટલાંક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.

કોઈ પણ વ્યક્તિએ બીજી વખત RT-PCR કરાવવો જોઈએ નહીં.જો તે એન્ટીજ અથવા પછી RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો છે.

જો કોઈ વ્યક્તિ કોવિડથી સારો થઈ ગયો છે, તો હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતી વખતે ટેસ્ટિંગ કરવાની જરૂર નથી. (તેમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનનો હવાલો આપવામાં આવ્યો છે, જેના હેઠળ હલ્કા લક્ષણવાળા દર્દીને 10 દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે, જો 3 દિવસ સુધી તાવ નહીં આવે તો તેણે ઘર પર 7 દિવસ આઈસોલેટ રહેવું પડશે.)

જો કોઈ વ્યક્તિ સ્વસ્થ છે અને તેમાં કોવિડના કોઈ પણ પ્રકારના લક્ષણ નથી તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે RT-PCR ટેસ્ટની જરૂર નથી. તેનાથી લેબ પર બોજો ઓછો થશે. જો કોઈ વ્યક્તિમાં લક્ષણ છે તો તેને કામ વગર અહીં થી ત્યાં ટ્રાવેલ કરવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી, તો બધી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરીને ટ્રાવેલ કરવું જોઈએ. રાજ્ય સરકારોએ મોબાઈલ લેબ ટેસ્ટિંગ પર જોર આપવું જોઈએ.

રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ..

ICMRએ જૂન 2020માં એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ કરવા માટે કહ્યો હતો, જેથી કન્ટેનમેન્ટ ઝોન અથવા અન્ય વિસ્તારોમાં જલદીથી સંક્રમણની ખબર પડી શકે. આ ટેસ્ટ દ્વારા 15-20 મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે. હજુ સુધી ICMRએ 10 આવા ટેસ્ટને મંજૂરી આપી છે, જે મોબાઈલ ટેસ્ટિંગ સાથે જોડાયેલા છે.

બધા સરકારી, પ્રાઈવેટ હેલ્થકેર પર એન્ટીજન ટેસ્ટને મંજૂરી મળવી જોઈએ. શહેર, ગામ, જિલ્લામાં તેની વ્યવસ્થા કરવી પડશે, જેથી લોકો ટેસ્ટ કરાવી શકે. શાળા, કોલેજ, RWA, કોમ્યુનિટી સેન્ટર્સમાં પણ તેની સુવિધા કરવી જોઈએ, જે 24 કલાક કામ કરી શકે. બધા રાજ્યોમાં RT-PCR ટેસ્ટિંગને વધારો આપવો જોઈએ. જો કોઈ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવે છે તો બીજો કોઈ ટેસ્ટ કરવો જોઈએ નહીં અને હોમ આઈસોલેશનમાં જતા રહેવું જોઈએ. જો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે છે, તો RT-PCR ટેસ્ટિંગ થવી જોઈએ. જો કોઈને તાવ નહીં આવે પરંતુ ખાંસી, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ટેસ્ટ, સુગંધ જેવા લક્ષણો હોય તો તેણે કોવિડ દર્દીની જેમ ટ્રીટ કરવા પડીએ.

ICMRની જૂની કોરોના ગાઈડલાઈન(4/9/20)

ટેસ્ટિંગને લઈને પહેલી ગાઈડલાઈનમાં ICMRએ ઘણા નિયમો જાહેર કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળે છે તો તેનો એન્ટીજન અથવા RT-PCR ટેસ્ટ કરવો જોઈએ. તેમાં બધા સ્વાસ્થ્યકર્મી અને સામાન્ય લોકો સામેલ છે. સાથે જ કોઈ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા છે તેમનો પણ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ કોઈ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો ત્યાં બધાનું ટેસ્ટિંગ કરવામાં આવે.

કોવિડની પહેલી લહેર દરમિયાન આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ચાલુ હતી તેવામાં બહારથી આવનારા તમામ લોકોનો ટેસ્ટ અને તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોએ ટેસ્ટ કરાવવો પડતો હતો. ટેસ્ટિંગના નિયમો પ્રમાણે જો કોઈ ટેસ્ટમાં પોઝિટિવ આવે છે, તો તે પોઝિટિવ માનવામાં આવશે અને બીજો કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પરંતુ જો એન્ટીજનમાં નેગેટિવ આવ્યા પછી કોઈ લક્ષણ દેખાય છે તો RT-PCRર કરાવવો જરૂરી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp