ફ્રોઝન ફૂડ ખાતા લોકો માટે કોરોનાને લઈ ચેતવણી! ખાવા-પીવાની વસ્તુઓથી રહેજો સાવધાન

PC: deccanherald.com

ફ્રોઝન ફૂડ પેકેજિંગના સંપર્કમાં આવવાથી તમે કોરોના વાયરસનો શિકાર થઈ શકો છો. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ શનિવારે તેને લઈને ચેતવણી આપી છે. ચીને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 19 દેશોની 56 કંપનીઓમાંથી આવેલા રેફ્રિજરેટેડ ફૂડને સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યાં કેટલાક સ્ટાફ મેમ્બર્સ કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. CDCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રોઝન ફૂડ પેકેજિંગ (પેકેટમાં બંધ રેફ્રિજરેટેડ ફૂડ) પર એક્ટિવ કોરોના વાયરસ મળ્યા છે. આ ઘટના એ સમયે સામે આવી જ્યારે CDC ગત અઠવાડિયે ક્વિંગદાઓમાં આવેલા કોવિડ-19 પ્રકોપના કારણો શોધી રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ પહેલી એવી ઘટના છે જ્યાં એક પબ્લિક ઓથોરિટીએ સ્વીકાર કર્યો છે કે, ફ્રોઝન ફૂડ પેકેજિંગ દ્વારા જીવિત કોરોના વાયરસ ખૂબ જ દૂર સુધી ફેલાઈ શકે છે અને લોકોને સંક્રમિત કરી શકે છે. આ હાલના નિવેદન પહેલા CDCએ ફ્રોઝન ફૂડ પેકેજિંગથી કોવિડ-19 આનુવાંશિકતાના કેટલાક સેમ્પલ લીધા હતા. જોકે, ફ્રોઝન ફૂડ પેકેજિંગ પર મળેલા સેમ્પલમાં ખૂબ જ ઓછાં અમાઉન્ટમાં વાયરસ મળ્યા હતા અને જીવિત વાયરસને તેનાથી અલગ કરવામાં ના આવ્યા. ચીનમાંથી ફેલાયેલી આ બીમારી ઘણા દેશોની સરખામણીમાં ચીનમાં હજુ પણ ખૂબ જ નિયંત્રણમાં છે. દેશમાં કોરોનાના માત્ર 85 હજાર કરતા વધુ મામલા સામે આવ્યા છે અને 4600 કરતા વધુ લોકોના મોત થયા છે.

જોકે, CDCએ તેના પર કોઈ કમેન્ટ નહોતી કરી કે વર્કર્સ ફ્રોઝન ફૂડ પેકેજિંગના માધ્યમથી કોરોનાના સંપર્કમાં આવ્યા કે પછી તેમને ક્યાંક બીજેથી સંક્રમણ થયુ હતું અને તેમણે બાદમાં ફૂડ પેકેજિંગને દૂષિત કર્યું. પોતાના નિવેદનમાં CDCએ કહ્યું, ફ્રોઝન ફૂડ પેકેજિંગના સંપર્કમાં આવવાથી કોઈ ગ્રાહકમાં કોવિડ-19ના સંક્રમણની હજુ સુધી પુષ્ટિ નથી થઈ. ચીન પબ્લિક ઓથોરિટીએ કહ્યું હતું કે, આવુ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. જોકે, રેફ્રિજરેટેડ ફૂડ પેકેજિંગ પ્રોસેસમાં કામ કરનારા લોકોને ખૂબ જ સાવધાની અને નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, એક્સપર્ટ્સે પહેલા પણ સૂચિત કર્યા હતા કે ઓછાં તાપમાનમાં કોરોના જ નહીં, પરંતુ કોઈપણ વાયરસ વધુ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે છે. એવામાં કોઈ પ્રોડક્ટના સરફેસ પર રહેતા કોરોના વાયરસની લાઈફ રેફ્રિજરેટરમાં રહેવાથી વધુ થઈ શકે છે એટલે કે તે વધુ સમય સુધી એક્ટિવ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp