અત્યારસુધીમાં રાજ્યોને 25.60 કરોડથી વધુ વેક્સીન ડોઝ અપાયાઃ કેન્દ્ર સરકાર

PC: yimg.com

દેશવ્યાપી વેક્સીનેશન અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક કોવિડ વેક્સીન આપીને મદદ કરી રહી છે. આ ઉપરાંત, ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રસીની પ્રત્યક્ષ ખરીદીને પણ સુગમ બનાવતી રહી છે. વેક્સીનેશન ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ તેમજ કોવિડ યોગ્ય વલણની સાથે મહામારીના નિયંત્રણ તેમજ સંચાલન માટે ભારત સરકારની વ્યાપક રણનીતિનો એક આંતરિક હિસ્સો છે.

કોરોના વેક્સીનેશનની ઉદાર અને ઝડપી તબક્કા-3 વ્યૂહરચનાનો અમલ 1 મે 2021થી શરૂ થયો છે. આ વ્યૂહરચના હેઠળ, પ્રત્યેક મહિને ભારત સરકાર દ્વારા કોઈપણ ઉત્પાદકની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી (સીડીએલ) દ્વારા માન્ય 50 ટકા વેક્સીન લેવામાં આવશે. આ રસીઓ રાજ્ય સરકારોને વિના મૂલ્યે પૂરી પાડવાનું ચાલુ રાખશે, જેમ તે પહેલાથી જ કરતી આવી છે.

ભારત સરકારે મફત કેટેગરી અને સીધી રાજ્ય પ્રાપ્તિ બંને કેટેગરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 25.60 કરોડ (25,60,08,080) થી વધુ વેક્સીન પૂરી પાડી છે. તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ 24,44,06,096 વેક્સીન (આજે સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજી પણ વેક્સીન આપવા માટે 1.17 કરોડ (1,17,56,911) થી વધુ કોવિડ વેક્સીન ઉપલબ્ધ છે.

ઉપરાંત 38 લાખથી વધુ (38,21,170) રસીના ડોઝ પહોંચાડવામાં આવશે, જે આગામી 3 દિવસની અંદર રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp