કોરોનાને હરાવી પાછા ફર્યા મંત્રી, કાર્યકર્તાઓએ ફોડ્યા ફટાકડા, જુઓ વીડિયો

PC: punjabkesari.in

દેશમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડવાનું નામ લઇ રહી નથી. દિલ્હી, મહારાષ્ટ્ર પછી હવે તમિલનાડુમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. તો કોરોના વાયરસના વધતા મામલાની પરવાહ કર્યા વિના તમિલનાડુ સરકારના મંત્રીએ જ નિયમોને તાક પર રાખી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા. તમિલનાડુ સરકારના મંત્રી સેલ્લુર રાજૂ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા અને તેમની સ્થાનીક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સેલ્લુર રાજૂ ગુરુવારે કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા તો પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું.

AIADMK કાર્યકર્તાઓએ મંત્રીના સ્વાગત માટે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોના ધજાગરા પણ ઉડાવ્યા. સેલ્લુર રાજૂના સ્વાગતનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સેલ્લુર રાજૂના સ્વાગતમાં કાર્યકર્તા ફટાકડા ફોડી રહ્યા છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા. મંત્રીજી કારમાં બેસીને જ હાથ જોડી કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકાર કરતા દેખાઇ રહ્યા છે, જ્યારે કાર્યકર્તાઓમાં હોડ લાગી છે તેમને જોવાની અને અભિવાદન કરવાની. જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસ દર્દઓની સંખ્યા 16 લાખને પાર થઇ ગઇ છે અને 37 હજારથી વધારે લોકોના મોત થયા છે. તો તમિલનાડુ રાજ્યમાં ત્યાંની સરકારે લોકડાઉનને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવાની જાહેરાત કરી છે.

ભારતમાં શુક્રવારે સવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો સામે આવ્યા છે. 31 જુલાઇના રોજ પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 55 હજારથી વધારે કેસો સામે આવ્યા છે. એક દિવસમાં સૌથી વધારે 55078 કેસો સામે આવ્યા છે. તો 779 લોકોના મોત થયા છે. દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 1638870 થઇ ગઇ છે. હાલમાં દેશમાં સંક્રમણના કુલ સક્રિય કેસો 545318 છે. ભારતને 16 લાખનો આંકડો પાર કરવામાં માત્ર 183 દિવસનો સમય લાગ્યો છે.

તો 1057805 લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થઇ ગયા છે. પાછલા 24 કલાકમાં 37223 લોકો સાજા થયા છે. રિકવરી રેટ દેશમાં હાલમાં 64.54 ટકાએ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે દેશમાં 35747 લોકોનો ભોગ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp