કોરોનાને કારણે સલમાને છોડી દીધો Galaxy Flats, 21 દિવસ સુધી રહેશે અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા લોકડાઉનના એલાન બાદ સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી તમામ લોકો પોતાના ઘરની અંદર બેસીને સમય પસાર કરે છે. બોલીવુડના સ્ટર્સ અવારનવાર પોતાની પ્રવૃતિના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાને પોતાનો ગેલેક્સી ફ્લેટ છોડી દીધો છે અને બીજે રહેવા માટે ચાલ્યો ગયો છે. પોતાના સમગ્ર પરિવારને લઈને હાલમાં તે પોતાના ફાર્મહાઉસ પર રહે છે.
ખુલેડુલે ફાર્મ હાઉસમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. લોકડાઉન બાદ તે પરિવાર સાથે પવેલમાં આવેલા ફાર્મહાઉસમાં શિફ્ટ થશે. પ્રભુ દેવા નિર્મિત ફિલ્મ 'રાધે'નું તે શુટિંગ કરી રહ્યો હતો. પણ લોકડાઉનને કારણે શુટિંગ કેન્સલ થતા સલમાને પોતાનો સામાન બાંધી લીધો હતો. સલમાન જ્યારે પણ ફ્રી થાય છે ત્યારે તે પોતાના ફાર્મ હાઉસમાં જઈને સમય પસાર કરે છે. આ ફાર્મ હાઉસમાં અર્પિતા, આયુષ અને આયત પણ રહે છે. સલમાન હાલમાં નાના બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છે. અર્પિતા, આયુષના બાળકો સાથે તે મસ્તી કરી રહ્યો છે.
થોડા સમય પહેલા સલમાન ખાનનો આહિલ સાથેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે ફાર્મ હાઉસમાં છે એવું જોવા મળ્યું હતું. આ બંને મામા-ભાણિયા મોજ-મસ્તી કરી રહ્યા છે. સલમાન મુંબઈ વેસ્ટ બ્રાંદ્રામાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. એમને જોવા માટે એમના ચાહકો તેના ઘરની બહાર ભીડ જમાવે છે. તે અવારનવાર પોતાની બાલ્કનીમાં આવીને મિત્રોનું અભિવાદન કરે છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન કહે છે કે, એનો ફ્લેટ બે ભાગમાં છે એમાં જીમ છે અને બીજામાં તેના કપડા-ચંપલ તથા બીજો સામાન પડ્યો છે. સલમાન ખાન કોઈ કાળે આ ઘરને મૂકવા માગતો નથી. તેથી ઘણી યાદ આ ઘર સાથે જોડાયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp