દિલ્હીમાં 2 લાખ કરતા વધુ લોકો થઈ શકે છે કોરોનાનો શિકાર- ICMR

PC: s.w-x.co

જો બધુ જ કંટ્રોલમાં રહે તો દિલ્હીમાં કોરોનાવાયરનું સંક્રમણ 2 લાખને પાર કરી શકે છે, પરંતુ જો તેને ફેલાતો અટકાવવામાં ન આવે તો સૌથી ખરાબ સ્થિતિમાં તે 1 કરોડ લોકોને પોતાની ચપેટમાં લઈ શકે છે. આ વાતો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક અભ્યાસમાં સામે આવી છે.

આવી જ વાત અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીના રમન લક્ષ્મીનારાયણે પણ કહી હતી. લક્ષ્મીનારાયણે અનુમાન લગાવ્યું હતું કે, આ મહામારીના કારણે ભારતમાં આશરે 10 લાખ લોકોના મોત થઈ શકે છે, જ્યારે સંક્રમિત થનારાઓની સંખ્યા 30 કરોડ કરતા વધુ થઈ શકે છે. આ અભ્યાસ ભારત દ્વારા દેશવ્યાપી તાળાબંધીનો મતલબ લોકડાઉનના શરૂ થતા પહેલા કરવામાં આવી હતી.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના એક વિશેષ સંસ્કરણનો હિસ્સો બનવા માટે ICMRના આ અધ્યયનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કોલકાતાને પસંદ કરવામાં આવ્યા હતા, કારણ કે કોરોનાથી ખરાબરીતે પ્રભાવિત થનારા દેશોમાં ભારત આવનારા લોકો પહેલા આ જ શહેરોમાં આવ્યા હતા.

ICMRની પાસે બે મોડલ છે, એક આશાવાદી અને એક નિરાશાવાદી. આશાવાદી પરિસ્થિતિમાં એક સંક્રમિત વ્યક્તિ આશરે 1.5 વ્યક્તિઓને સંક્રમિત કરે છે, જ્યારે નિરાશાવાદી મોડલમાં સંક્રમણ 4 લાખ લોકોને થાય છે. આશાવાદી પરિદ્રશ્યમાં શરૂઆતના 200 દિવસો બાદ અને નિરાશાવાદી પરિદ્રશ્યમાં 50 દિવસોની અંદર સંક્રમણ પોતાની ઉંચાઈ પર હોય છે. જો આશાવાદી પરિદ્રશ્યને જોઈએ તો 15 લાખ લોકોમાં વાયરસ ફેલાશે અને નિરાશાવાદી પરિદ્રશ્યમાં 1 કરોડ સુધી વધી શકે છે.

જોકે, સ્ટડીમાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે, જો દિલ્હી અને કેન્દ્ર સરકાર પર્યાપ્ત પગલાં ઉઠાવવામાં સક્ષમ છે, તો ચિત્ર ખૂબ જ અલગ હોઈ શકે છે. દિલ્હી માટે આશાવાદી પરિદ્રશ્ય ઝડપથી બદલાય છે, જો સંક્રમિતોમાંથી 50 ટકા સંક્રમણના શરૂઆતી લક્ષણના ત્રણ દિવસોની અંદર જ તે વ્યક્તિને અલગ કરી દેવામાં આવે, આઈસોલેશનમાં રાખવામાં આવે તો તેને ફેલાતો અટકાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp